Western Times News

Gujarati News

જીવનવીમા કંપનીઓએ કોરોના મોતના દાવા પેટે રૂા.ર૦૦૦ કરોડ ચુકવ્યા

(એજન્સી) નવીદિલ્હી, કોરોનાનું સંક્રમણ ફરી ખતરનાક બન્યુ છે. એક વર્ષ થવા છતાં તે કાબુમાં આવી શક્યુ નથી. ત્યારે આમ આદમીની જેમ જીવન વીમા કંપનીઓને પણ મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. કોવિડ- મોત હેઠળ જ ર૦૦૦ કરોડથી અધિકના વીમા દાવા ચુકવવા પડયા છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કાઉન્સીલના સતાવાર રીપોર્ટ અનુસાર રપ માર્ચની સ્થિતિએ જીવન વીમા કંપનીઓએ રપપ૦૦ કરોડ કોવિડ મોત પેટેે ૧૯૮૬ કરોડ ચુકવવામાં આવ્યા છે. જાે કે આંકડાકીય માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવા નિર્દેશ છે કે વીમા કંપનીઓના સર્વે પણ વેરવિખેર થઈ જાય એટલી હદે દાવા નથી. સામાન્ય વર્ષો કરતા દાવા વધ્યા હોવા છતાં ચેતવણીજનક રીતે વૃધ્ધિ નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે સામાન્ય વર્ષ વર્ષ કરતાં વધુ દાવા ચુકવણીને કારણે વીમા કંપનીઓની નફા શક્તિને અસર થઈ શકે છે. ઈન્ડીયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યુરન્સના મેનેજીંગ ડીરેક્ટર આર.એમ.વિશાખાએ જણાવ્યુ હતુ કે ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો દાવા ૩૦ ટકા વધુ છે.

અણધારી આફતોમાં નાણાંકીય ચુકવણીને પહોંચી વળવા માટે મોટી અનામત રાખવામાં આવતી જ હોય છ. તેને કારણે રાહત મળી શકે તેમ છંતાં નફાને અસર નિશ્ચિત છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની પૈકીની એક એવી એચડીએફસી લાઈફ દ્વારા ૧૭૦૦ જેટલા કોવિડ દાવાની પતાવટ કરવામાં આવી છે. એસબીઆઈ લાઈફ દ્વારા પણ અંદાજીત પ૦૦૦ દાવાની પતાવટમાં ૩૪૦ કરોડ ચુકવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.