Western Times News

Gujarati News

સચીન વાઝેની સાતમી કાર નવી મુંબઈથી મળી આવી

અત્યારસુધીમાં જપ્ત કરવામાં આવેલી ૭ કાર્સ પૈકીની પ્રથમ કાર એવી છે, જે સચિન વાઝેના નામે રજિસ્ટર્ડ છે

મુંબઈ,  એન્ટિલિયાકેસમાં તપાસ કરી રહેલી દ્ગૈંછએ નવી મુંબઈના કમોઠે ક્ષેત્રમાંથી એક નવી કાર જપ્ત કરી છે. આ કારનો ઉપયોગ સચિન વાઝેના સહકર્મી છઁૈં પ્રકાશ ઓવલ કરી રહ્યા હતા. દ્ગૈંછને શક છે કે આ કારમાં મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. અત્યારસુધીમાં જપ્ત કરવામાં આવેલી ૭ કાર્સ પૈકીની પ્રથમ કાર એવી છે, જે સચિન વાઝેના નામે રજિસ્ટર્ડ છે. આ મિત્સુબિશી કંપનીની આઉટલેન્ડર કાર છે. એને ૨૦૧૧માં રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી.

આ પહેલાં રવિવારે ટીમે મુંબઈની મીઠી નદીમાંથી એક કમ્પ્યુટરની હાર્ડડિસ્ક, એક ગાડીની બે નંબર પ્લેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોને જપ્ત કર્યાં. હવે આ નંબર પ્લેટને લઈને નવો ઘટસ્ફોટ થયો છે. NIAને જાણવા મળ્યું છે કે આ નંબર પ્લેટ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગમાં ક્લર્ક તરીકે કાર્યરત જાલનાના રહેનારા વિનય નાડેની ચોરી થયેલી મારુતિ ઈકો કારની છે.

આ કારની ચોરી ઔરંગાબાદમાંથી થઈ હતી અને એ ખોવાઈ હોવાનો રિપોર્ટ ૨૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. NIAને હવે એ વાત જાણવા મળી છે કે શું આ કારથી સચિન વાઝે બીજી કોઈ અન્ય ષડયંત્ર રચવાના હતા કે પછી તે એનો ઉપયોગ આ મામલાને ભટકાવવા કે ફરાર થવામાં કરતો હતો. નંબર પ્લેટની તસવીર પ્રકાશમાં આવ્યા પછી વિનય પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એની જાણકારી આપી.

તેમણે જણાવ્યું હતું કે તેમની કાર ૧૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ ચોરાઈ હતી. તેમણે આ અંગેની FIR નોંધાઈ હતી. FIRની કોપી પણ તે સાથે લાવ્યા હતા.મીઠી નદીમાંથી રવિવારે મળેલા લેપટોપને લઈને ઘટસ્ફોટ થયા છે કે આ લેપટોપ સચિન વાઝેનું છે અને તે ઓફિશિયલ કામોમાં એનો ઉપયોગ કરતો હતો. જાેકે તેની અંદરનો તમામ ડેટા ડિલિટ છે અને તેની હાર્ડડિસ્કને પણ નષ્ટ કરવામાં આવી છે. NIAની સામે એક મોટો પડકાર એ હશે કે એનો ડેટા ફરીથી પ્રાપ્ત કઈ રીતે કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.