લાલ બસો તથા BRTS બંધ હોવાને કારણે પોષાતુ ન હોવા છતાં ‘શટલ’ રીક્ષાને સહારે નોકરીયાત વર્ગ
શટલ રીક્ષામાંના મુસાફરો કોવિડને આમંત્રે છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગત માર્ચ ર૦ર૦માં કોવિડ-૧૯ને કારણે લગભગ ૩ મહિના આવેલ લોકડાઉનને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્સટ સર્વિસને લાલ બસો બંધ કરવી પડી હતી. ત્યારબાદ માત્ર પ૦ ટકા મુસાફરો લેવાની શરતે શહેરમાં લાલ બસ શરૂ કરાઈ હતી. અને ખોટ ખાતી બસ સર્વિસને થોડીક રાહત પણ થઈ છે. પરંતુ એ રાહત અલ્પજીવી જ નીવડી છે.
શહેરમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શહેરમાં ફરતી લાલ બસો બંધ કરી દીધી, જે હજુ પણ બંધ છે. લાલ બસો રૂટ પર દોડતી ન હોવાને કારણેે સામાન્ય વર્ગના લોકો, કર્મચારીઓ તથા નાના વેપારીઓની વિટંબણાઓ પણ વધી શકે છે.
બસો બંધ હોવાને કારણે સમયસર નોકરી પર પહોંચવા ‘રીક્ષા’ નો સહારો લેવો પડતો હોય છે. અને શટલરીક્ષામાં બેસીને જતા હોય છે. તકનો લાભ લઈ શટલ રીક્ષાચાલકો જ્યાં નોર્મલ સ્થિતિમાં ર૦/ રપ રૂા. ભાડુ થતુ હતુ ત્યાં આજે રૂા.૪પ થી પ૦ રૂપિયા લેતા હોવાની ફરીયાદો પણ ઉઠી રહી છે.
આજે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ કે નાની દુકાન ચલાવી જીવનનિર્વાહ કરતા લોકોનો પગાર કે આવક બહુ હોતી નથી. પરંતુ લાલ બસો બંધ હોવાને કારણે નાછૂટકે પણ શટલરીક્ષા કે જ્ેમા ૬/૭ મુસાફરો (ડ્રાઈવર સહિત) બેઠેલા હોય છે.રાજેશ કુશવાહ જે અંધ તથા બહેરા છે.
જેઓ પ્લમ્બર તરીકેે બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનમાં કામ કરીને રોજના રૂા.૪૪૦ કમાય છે. તેમનંુ કહેવુ છે કે તેઓ અંધને બહેરા પણ હોવાને કારણે લાલ બસનો ફ્રી પાસ મળ્યો હતો. લાલ બસ બંધ થતા તેઓ હવે શટલરીક્ષામાં ટ્રાવેલ કરે છે. અને રોજના જવા-આવવાના જ રૂા.ર૪૦-રપ૦ જેટલી રકમ શટલ રીક્ષાના ભાડામાં જતી હોય છે.
આ ઉપરાંત હાલમાં જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે શટલ રીક્ષામાં જ્યાં ૬ થી ૭ મુસાફરો ભરેલા હોય છે ત્યાં કોરોના સ્પ્રેડ થવાની ભીતિ વધારે હોય છે. પરંતુ મજબુર હોવાથી શટલ રીક્ષાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પોલીસ તંત્ર પણ આ અંગે આંખ આડા કાન કરતી જણાય છે.
અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર તન્ના જણાવે છે કે લાલ બસો તથા બીઆરટીએસ બંધ હોવાને કારણે શહેરના લાખ્ખો લોકોનેે અસર કરે છે. શટલ રીક્ષામાં ભાવો વધારે આપીને તથા રોગને આમંત્રણ આપી ‘ના છૂટકે’ ‘શટલ’ રીક્ષામાં મુસાફરી કરતા હોય છે.
લાલ બસો તથા બીઆરટીએસ ફરી રૂટ પર દોડાવવામાં આવે તો લાખથી વધુ લોકોને રાહત થશે. તેઓ આ માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના સત્તાવાળાઓ તથા મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરનાર છે.