Western Times News

Gujarati News

પોલીસ અધિકારી ગ્રીન સિગ્નલ બાદ મહિલા ટોળકી તેમનો ખેલ શરૂ કરી દે છે

Files Photo

હની ટ્રેપઃ પોલીસ સ્ટેશનમાં રચાય છે અસલી ‘જાળ’

અમદાવાદ, સોશિયલ મીડિયા પર રૂપની જાળમાં ફસાવીને વૃદ્ધ તેમજ આધેડ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના ખેલને હની ટ્રેપ કહેવામાં આવે છે. જેમાં કેટલાક ખાખીધારી લોકો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હની ટ્રેની માયા રચીને રૂપિયા કમાવવાની આ જાળ પોલીસ સ્ટેશનમાં રચાય છે અને અંત ભોગ બનનાર રૂપિયા આપે ત્યારે થાય છે.

તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમબ્રાંચે તાજેતરમાં એક યુવતી તેમજ ડિસમિસ પોલીસ કર્મચારી અને એક વકીલની હની ટ્રેપના કેસમાં ધરપકડ કરી છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો જેમાં ક્રાઈમબ્રાંચે આ ટોળકીની ધરપકડ કરી હતી. આ ચકચારી કેસની તપાસ હાલ ક્રાઈમબ્રાંચ કરી રહી છે ત્યારે આ ટોળકીએ કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓ ક્રાઈમબ્રાંચે તપાસી છે, જેમાં ચાર અરજીઓનાં હની ટ્રેપનો ખેલ ખેલાયો હોય તેવી શક્યતા છે. ચાર અરજી પૈકી બે અરજી ર૦ર૧નું હોવાનું સામે આવ્યું છે જેમાં સમાધાન થઈ ગયા બાદ તેને દફતરે કરી દેવામાં આવી છે.

આ ટોળકીમાં અન્ય બીજા લોકો પણ સંડોવાયેલા હોવાની આશંકા છે. જેમાં ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે. ક્રાઈમબ્રાંચે પૂર્વ વિસ્તારમાં રહેતી એક વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. જે આ હની ટ્રેપના કાંડમાં સંડોવાયેલી હોવાની આશંકા છે.

હની ટ્રેપની શરૂઆત પોલીસ સ્ટેશનથી થતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે, કારણ કે પોલીસ કર્મચારીનું ગ્રીન સિગ્નલ મળે ત્યારે ટોળકી પોતાનો ખેલ શરૂ કરે છે અને ફાઈનલ પોલીસ સ્ટેશન પુરું કરે છે. પોલીસ કર્મચારીના ગ્રીન સિગ્નલ વગર આ ખેલ ખેલવો મુશ્કેલ છે.

સોશિયલ મીડિયામાં આધેડ વયના લોકોને પોતાના રૂપની જાળમાં ફસાવતી કેટલીક યુવતીઓ સક્રિય થઈ છે. આધેડ વયના લોકો સાથે એક મુલાકાત બાદ યુવતી તેમની સાથે શરીર સંબંધ બાંધે છે. શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતી પોલીસ સ્ટેશનમાં ેરેપની અરજી કરીને લાખો રૂપિયા ખંખેરી લે છે. એક જ યુવતીએ અલગ અલગ નામ બદલીને પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. હની ટ્રેપની આ માયાજાળમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ તેમજ કાયદાના જાણકારો પણ આ રમતને કલીનબોલ્ડ કરવા માટે મહિલા પોલીસે એક માસ્ટર સ્ટ્રોક તૈયાર કર્યો છે.

ચાર અરજીઓમાં હની ટ્રેપ થઈ હોવાની આશંકા ઃ મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મિની જાેસેફે જણાવ્યું છે કે હની ટ્રેપના કેસ સામે આવ્યા બાદ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ છે કે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ચાર અરજી એવી છે કે જેમાં હની ટ્રેપ થયું હોવાની આશંકા છે.

જેને લઈને ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી છે. આ સિવાય હની ટ્રેપની રોકવા માટે હવે કોઈ પણ યુવતી રેપની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે પહેલાં તેનું આઈ કાર્ડ તેમજ અસલ ડોકયુમેન્ટ ચેક કરાશે ત્યારબાદ યુવતીએ જે જગ્યાનું સરનામું બતાવ્યું હશે ત્યાં પોલીસ જઈને વેરિફિકેશન કરશે. પોલીસનું વેરિફિકેશન કિલયર થઈ ગયા બાદ યુવતીની અરજી પર કાર્યવાહી કરવામાં આવશે.

હની ટ્રેપમાં નામ ઉછળતાં પીએસઆઈની બદલી થઈ ગઈ ઃ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બ્રહ્મભટ્ટ ફરજ બજાવતા હતા. જેમની બુટલેગરો સાથે સાઠગાંઠ હોવાનો વિવાદ સામે આવતાં તેમની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા બાદ હની ટ્રેપમાં પણ તેમનું નામ ઉછળતા અંતે તેમની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરી દેવામાં આવી છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.