Western Times News

Gujarati News

વેપારીઓએ GST બિલ પર હવે HSN કોર્ડ લખવો પડશે

કેન્દ્ર સરકારે અંદાજે ૬૬ હજાર જેટલા એચએસએન નંબર અલગ અલગ ગુડઝ માટે ફાળવ્યા છે

(એજન્સી) અમદાવાદ, જીએસટી કરદાતાએ પોતાના વેચાણ બિલ પર તા.૧લી એપ્રિલ ર૦ર૧થી એચએસએન (હાર્મોનિઝડ સિસ્ટમ ઓફ નોમેનસિલચ) અને એસએસી (સર્વિસ એકાઉન્ટીંગ કોડ) લખવો ફરજીયાત કરાયો છે. એટલે કે વેચાણ બિલ પર એચએસએન કોડ જે કોઈ માલ વેચાણ કરતા હોય તેમનો ટેરીફ પ્રમાણે નંબર લખવો પડશે.

આ માટે કેન્દ્ર સરકારે અંદાજે ૬૬ હજાર જેટલા એચએસએન નંબર અલગ અલગ ગુડઝ માટે ફાળવ્યા છે. જેમાંથી કરદાતાએ પોતાના માલ માટે લાગુ પડતા એચએસએન નંબર લખવાની જવાબદારી રહેશે. તાજેતરમાં જ સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ જે કરદાતાનુૃ ટર્નઓવર રૂા.પ કરોડ કરતા ઓછું હોય તેમણે ચાર આંકડાનો અને જેમનું ટર્નઓવર પ કરોડ કરતાં વધારે હોય તેઓએ ૬ આંકડાનો એચએસએન નંબર પોતાના બિલ પર ફરજીયાત લખવો પડશે.

આમ, હવે દરેક કરદાતાએ પોતાના માલનું વર્ગીકરણ કરી તેના પર લાગુ પડતો જીએસટી દર અને એ માલના ઉત્પાદન માટે વપરાયેલો રો-મટીરીયલ્સનો એચઅસએન નંબર દર્શાવવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.