મેટ્રો રેલની કામગીરીને લઈ અમદાવાદના અમુક રસ્તાઓ બંધ-ડાયવર્ઝન કરાયા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અન્વયે શાહપુરમાં મેટ્રો સ્ટેશનના ચાલનાર બાંધકામ અનુસંધાને તા.૩૦-૯-ર૦ર૧ સુધી ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ન ઉદ્ભવે એ માટે અમુક વિસ્તારમાં રસ્તાઓ બંધ/ડાયવર્ઝન કરવા અંગેનો હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી કર્યો હતો.
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત શાહપુરમાં મેટ્રો રેલ સ્ટેશનનુૃ બાંધકામ શરૂ કરવાનું હોઈ જેઓ કસ્તુરબા ગાંધી રોડ ઉપર શાહપુર દરવાજા બહાર પોલીસ ચોકીથી લઈ મહેેદી કૂવા ત્રણ રસ્તા પાસે આવેલ દુકાન નં.પ૩ની બાજુમાં આવેલ ટોરેન્ટ પાવરની ઈલેકટ્રીક ડીપી નં.સી/૭/૦૧૬૬/૦૯૮ર સુધીનો રોડ આજુબાજુના રહેીશો તથા દુકાનદારો ફક્ત ચાલીને જ અવરજવર કરી શકે એ માટેે ચાર ફૂટ રસ્તો ખુલ્લો રાખીને તે સિવાયનો સમગ્ર રોડ બેરીકેડીંગ કરી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
જ્યારે વૈકલ્પિક રૂટ ભારે વાહનો સિવાયના તમામ વાહનો દિલ્હી દરવાજાથી કસ્તુરબા ગાંધી રોડ ઉપર સીધા મહેંદી કૂવા ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, કાજીમીંયા રોડ ઉપર મહેંદી કૂવા ચારરસ્તાથી ડાબી બાજુ વળી સીધા ડો.બાબાસાહેબ આંબેડકર ચારરસ્તા (રાહત સર્કલ)થી ડાબી બાજુ વળી શાહપુર દરવાજા બહાર ચારરસ્તાથી સીધા શાહપુર તરફ તેમજ શાહપુર દરવાજા બહાર ચારરસ્તાથી જમણી બાજુ વળી ગાંધીબ્રિજ/ઈન્કમ ટેક્ષ તરફ જઈ શકાશે.
એ જ રીતે ગાંધીબ્રિજ/શાહપુર તરફથી કાજીમીંયા રોડ ઉપર રાહત સર્કલથી ઉપરના રૂટ મુજબ દિલ્હી દરવાજા તરફ જઈ શકાશે. દિલ્હી દરવાજાથી કાજીમીંયા રોડ ઉપર દિલ્હી દરવાજા સર્કલ થઈ મહેંદી કૂવા ચારરસ્તા થઈ ડો.બાબા સાહેબ આંબેડકર ચારરસ્તા (રાહત સર્કલ) થી ડાબી બાજુ વળી સીધા શાહપુર તરફ અને શાહપુર દરવાજા બહાર ચાર રસ્તાથી જમણી બાજુ વળી, સીધા ગાંધીબ્રિજ/ઈન્કમ ટેક્ષ તરફ તમામ પ્રકારના વાહનો જઈ શકશે.
અને એ જ રીતે ગાંધીબ્રિજ/શાહપુર તરફથી કાજીમીયા રોડ ઉપર રાહત સર્કલથી સીધા મહેંદી કૂવા ચારરસ્તાથી દિલ્હી દરવાજા સર્કલ થઈ દિલ્હી દરવાજા થઈ જઈ શકાશે.