Western Times News

Gujarati News

મરચાંના ઉત્પાદનમાં ઘટાડાથી તમામ વેરાઈટીમાં ૧૦૦ રૂપિયા જેટલો વધારો

મરચાંના ભાવમાં લાલચોળ તેજીઃ ગૃહિણીઓના બજેટ ખોરવાયાં

અમદાવાદ, ઘરમાં બારે માસના મસાલા ભરવાની સિઝનનો પ્રારંભ થઈ ચુક્યો છે. શહેરમાં ઠેર ઠેર મસાલાના સ્ટોલ લાગી ગયા છે. આ વર્ષે વરસાદ વેરી બનતાં ઉત્પાદનના અ ભાવને લીધે મરચાંના ભાવની તીખાશથી ગૃહિણીઓના રસોડાં સિસકારો બોલાવી રહ્યાં છે.

શહેરમાં મસાલા માર્કેટમાં તીખાં-તમતમતાં મરચાંના ભાવ ગત વર્ષની સરખામણીએ ૧૦૦ રૂપિયા જેટલો ઉછાળો આવ્યો છે. જ્યારે હળદરના ભાવમાં રૂા. પ૦ થી રૂા. ૬૦ જેટલો જબરો ઉછાળો આવ્યો છે. હાલ માર્કેટમાં કાશ્મીરી, ઘોલર, સહિત આઠથી નવ પ્રકારના મરચાંની વેરાઈટી વેચાઈ રહી છે. પરંતુ આ તમામ વેરાઈટીમાં ઉત્પાદનના અભાવને લીધે ૧૦૦ રૂપિયાથી ૧ર૦ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.

જેથી ઘરાકી ઘટવાની સંભાવના છે. આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશને લાલ મરચાંના હબ માનવામાં આવે છે ત્યાં ઉત્પાદન થયેલા મરચાંની ગુજરાતમાં પણ મોટા પાયે માંગ છે. પરંતુ ચાલુ વર્ષે આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશમાં મોટા પાયે વરસાદ ખાબકતાં મરચાંના વાવેતરનો નાશ થયો છે. ગુજરાતમાં પણ સામાન્ય રીતે માત્ર ગોંંડલમં જ મોટા પાયે ઉત્પ્દન થયું છે. હળદરના ભાવમાં પણ મણમાં રૂા. ૬૦૦થી રૂા. ૭૦૦નો વધારો ઝીંકાયો છે.

મસાલા માર્કેટની પરિસ્થિતિ મુજબ હાલ રેશમપટ્ટાનો ભાવ રૂા. ર૬૦ રૂા. ૩૦૦ જેટલો છે. જે ગત વર્ષે રૂા. ૧૮૦ થી ર૦૦ હતો.વધુમાં ડેબી કાશ્મીરીનો ભાવ રૂા. પ૦૦ થી રૂા.પપ૦ છે. આ ઉપરાંત કાશ્મીરી મરચાંનો ભાવ રૂા. ૪પ૦ જેટલો છે. અને ઘોલર મરચાંનો ભાવ રૂા. રપ૦ થી રૂા. ૩૦૦ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદના કારણે ઘોલર મરચાંનું ઉત્પાદન સાવ નહિવત્‌ થયું છે. એટલું જ નહીં હળદરના ભાવમાં પણ મણ દીઠ રૂા. ૬૦૦ થી રૂા. ૭૦૦ રૂપિયાનો વધારો આવ્યો છે. જ્યારે કિલો દીઠ રૂા. પ૦ થી ૬૦નો વધારો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.