Western Times News

Gujarati News

ગુજરાત સરકારનું કથિત ધર્મ સ્વતંત્ર વિધયક ૨૦૨૧?!

પશ્ચિમ બંગાળની સંસદ સભ્ય અને અભિનેત્રી નુસરત જહાંએ હિંદુ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા! અને ભાજપના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીની ભત્રીજીએ મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા તો સરકારો પ્રેમલગ્ન દ્વારા થતા કથિત ધર્મ પરિવર્તન ને અટકાવી શકશે?!

તસવીર બાંગ્લા સુપરસ્ટાર અભિનેત્રી અને પશ્ચિમ બંગાળની સાંસદ નુસરત જહાંની છે જ્યારે બીજી તસવીર બાંગ્લા સુપરસ્ટાર અભિનેત્રી અને પશ્ચિમ બંગાળની સંસદ સભ્ય મિમી ચક્રવર્તી ની છે જેઓ કપડાં પહેરવાના કે પ્રેમ લગ્ન કરવાના યુવતીઓના મૂળભૂત અધિકાર વિરુધ્ધ કોઈ સમાજ કે ધર્મ આડે આવી ન શકે એવું માને છે!

તો બીજી તરફ આ બંને સંસદ સભ્યના બંગાળની સુપરસ્ટાર અભિનેત્રી નુસરત જહાંએ હિન્દુ ભારતીય યુવક નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. સાંસદ સભ્ય ચૂંટાયા પછી તુરત જ તેણે હિન્દુ લગ્ન વિધિ થી લગ્ન કરી મંગળસૂત્ર પહેરી સેથાંમાં સિંદૂર પુરાવી સંસદમાં પ્રવેશ કર્યો હતો ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીની ભત્રીજી પણ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે! ભારતના પુરાણો ઈતિહાસ તપાસીએ તો શ્રીકૃષ્ણે પણ ઋકમણીજીને ભગાડી ને લગ્ન કર્યા હતા!!

અને તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટ તરફથી જસ્ટિસ શ્રી સંજય કિશન કોલ અને જસ્ટિસ ઋષિકેશ રોયની ખંડપીઠે આંતરજ્ઞાતિય, જ્ઞાતિવાદી તથા કોમવાદી ઘર્ષણ અટકાવવા આંતરજ્ઞાતિય લગ્ન ના પ્રગતિશીલ દ્રષ્ટિકોણને સમર્થન કરતો ચૂકાદો આપેલો છે અને જીવનસાથીની પસંદગી એ ગૌરવભેર જીવવાનો અધિકાર નો અભિન્નહિસ્સો ગણાવ્યો છે તથા હાઈકોર્ટે પણ કાયદેસર રીતે થતા પ્રેમલગ્નને સમર્થન કર્યું છે સાથે સુપ્રીમ કોર્ટના લિવ ઇન રિલેશન ને પણ બંધારણની કલમ ૨૧ હેઠળ માન્યતા હોવાનું કહેવાય છે! જ્યારે કથિત લવ જેહાદ ના સરકારી માન્યતા મુજબ ના ગુના કેટલા?!

એરીસ્ટોટલે સરસ કહ્યું છે કે “રાજ્ય ચલાવવા માટે સારા કાયદા કરતાં શ્રેષ્ઠ અધિકારીઓની જરૂર છે”!! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કિસ્મત દ્વારા)

લોડ ચેસ્ટરફિલ્ડ નામના વિચારકે સરસ કહ્યું છે કે “ભગવાન પાસે પણ માનવીને માપવાની માપપટ્ટી છે પણ તે વ્યક્તિના મગજને નહીં પણ માનવીના હૃદયને માપે છે”!! જ્યારે લોંગફેલો નામના વિચારકે કહ્યું છે કે “રૂમાલ આંખના આંસુ લૂછે છે જ્યારે પ્રેમ આંસુનું કારણ ભૂસે છે”!! એક તરફ ગુજરાત સરકાર નું વિધાનસભા બજેટ સત્ર પહેલી એપ્રિલે સમાપ્ત થવા જઈ રહ્યું છે

ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩માં સુધારો કરીને ‘સુધારા વિધેયક’ લાવવા જઈ રહ્યા છે ત્યારે આ કાયદાની કથિત જાેગવાઈઓ જાેતા શું આ સુધારો બંધારણ ની કલમ ૧૪, ૨૧ સાથે સુસંગત ગણાશે?! કારણ કે ભારતમાં કથિત પ્રેમ કરનારા કે આવી માનસિકતા ધરાવતા લોકો ફક્ત હિંદુ મુસ્લિમ ધર્મમા નથી પરંતુ દરેક ધર્મમાં છે કથિત ગુનાઓ આચરનારા પણ દરેક ધર્મમાં હોય છે તો પ્રેમ એક સાધના છે એવું માનનારા લોકોનો સમૂહ પણ ઘણો મોટો છે ત્યારે ફક્ત કાયદો રચવાથી પ્રેમ પ્રકરણો પર પાબંધી લાદી શકાશે?!

મહાત્મા ગાંધી કહે છે કે “પરમેશ્વર ને કોઈ ધર્મ નથી”!! અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસન કહે છે કે “અપરાધી ભાગી છૂટે એના કરતાં વધુ ખતરનાક તો એ છે કે યોગ્ય કાયદાના ઘડતર વિના તેને સજા કરવી”!!

આપણા દેશની સંસદ ને તથા રાજ્યની વિધાનસભા અને તેના કાર્યક્ષેત્રમાં બંધારણ સાથે સુસંગત હોય તેવા કાયદા ઘડવાની અને તેનો અમલ કરવાનો અધિકાર છે અને કાયદાનું ઘડતર કરતી વખતે સરકારે એટલું જ જરૂર ધ્યાન રાખવું જાેઈએ કે સરકાર જે કાયદો ઘડવા જઈ રહી છે એ દેશના સર્વોચ્ચ કાયદો ગણાતા બંધારણના આત્મા સાથે સુસંગત છે કે નહીં ?!

સરકાર જે કાયદો રચે છે મોટાભાગે બંધારણની કલમ ૧૪, ૧૯,૨૦(૩),૨૧ સાથે સુસંગત હોવો જાેઈએ નહીં તો એને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય અને રદબાતલ ઠરાવી શકે છે! ગુજરાત સરકારના કાયદા સુધારા વિધેયક લાવવા જઈ રહી છે તેની થતી જાેગવાઇઓ એવું હોવાનું મનાય છે કે

(૧) કોઈપણ હિન્દુ યુવતી સાથે વિધર્મી યુવક લલચાવી ફોસલાવીને બળજબરી કરીને કે અન્ય કોઈ રીતે કપટ કરીને લગ્ન કરશે તો તેને માટે ૫ વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડ

(૨) જાે કન્યા સગીર વયની હશે તો કે અનુસૂચિત જાતિ જનજાતિ ની યુવતી સાથે આ જ રીતે લગ્ન કરશે સાત વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ કરવાની જાેગવાઈ છે આ કથિત ફરિયાદ યુવતીના માતા-પિતા કે તેની સાથે લોહીની સગાઈ ધરાવતી કોઈપણ વ્યક્તિ કરી શકશે કથિત ગુનાની માહિતી થી સાથે જ ગુનો દાખલ કરી દેવાશે આ પ્રકારની જાેગવાઇથી વિચારશીલ, પ્રતિભાશાળી, કર્મશીલ, બુદ્ધિજીવીઓ માં આ મુદ્દો ટોક ઓફ ધી જસ્ટિસનો બન્યો છે કારણ કે હિંદુ યુવક મુસ્લિમ, પંજાબી, ક્રિશ્ચન, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની યુવતીને ભગાડી જાય તો શું અને પુખ્ત વયની યુવતી પોતાની ઈચ્છા થી લગ્ન કરે તો કાયદો કઈ રીતે સરકાર ને ઉપયોગી થશે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.