ઉજ્જૈનમાં લવ જેહાદનો કિસ્સો સાામે આવ્યો-યુવકે ૧૫ વર્ષની કિશોરીને ફસાવી
માહિદ નામના યુવકે મોહિત બનીને ૧૫ વર્ષની કિશોરીને ફસાવી ઃ તેના મિત્રોએ પણ આ કિશોરી પર રેપ કર્યો
નવી દિલ્હી, મધ્ય પ્રદેશથી એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માહિદ નામના વ્યક્તિએ મોહિત બનીને એક ૧૫ વર્ષની કિશોરીને ફસાવી. તેની સાથે દુષ્કર્મ કર્યું અને પોતાના મિત્રો પાસે પણ રેપ કરાવ્યો અને ગર્ભવતી થઈ તો તેને તેની બહેન પાસે પછી મોકલી દીધી. આ મામલે ઉજ્જૈનમાં કેસ દાખલ થયો છે પરંતુ તપાસ ૩ રાજ્યમાં થશે.
મળતી માહિતી મુજબ પીડિત કિશોરી મધ્યપ્રદેશના બડવાનીની રહિશ છે. તે કામ કરવા માટે મહારાષ્ટ્રના માલેગાંવ ગઈ હતી. અહીં તેને યુપીના ઓરૈયામાં રહેતો માહિદ મળ્યો. માહિદે ચાલાકી વાપરીને પોતાનું નામ મોહિત જણાવ્યું અને પછી દોસ્તી કરી લીધી.
માહિદ તેને પોતાની સાથે માલેગાંવથી પુના, દિલ્હી અને પછી ઓરૈયા પણ લઈ ગયો. આ બધા વચ્ચે તેના મિત્રોએ પણ છોકરીનો ફાયદો ઉઠાવવાનો શરૂ કરી દીધો અને રેપ કર્યો. કિશોરી ગર્ભવતી થઈ જતા માહિદે તેને બસમાં બેસાડીને તેની બહેન પાસે ઉજ્જૈન મોકલી દીધી.
અહીં છોકરીએ એક દિવ્યાંગ બાળકને જન્મ આપ્યો પરંતુ ત્યારબાદ તેનું મોત થઈ ગયું. રશીદ ખાને જણાવ્યું કે આ કેસમાં તપાસ ચાલુ છે. આ કેસ અનેક શહેરો સાથે જાેડાયેલો છે આથી ઝીરો એફઆઈઆર દાખલ કરીને તેને બડવાની ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
સગીરાની બહેને પીડિતાને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. અહીં પીડિતાની બાજુમાં એક છોકરી એડમિટ હતી. આ સગીરાએ તેને સમગ્ર વિગતો જણાવી. તે છોકરી હિન્દુ જાગરણ મંચ સાથે પરિચયમાં હતી. છોકરીએ આ ઘટના અંગે તેમને જણાવીને મદદ માંગી.
હિન્દુ જાગરણ મંચના લોકોએ પીડિતાને વિશ્વાસમાં લીધી. પીડિતાએ માહિદને ફોન કરીને ઉજ્જૈન બોલાવ્યો અને તે જેવો આવ્યો કે હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ તેને પકડીને તેની પીટાઈ કરી અને દેવાસ ગેટ પોલીસને હવાલે કર્યો.