Western Times News

Gujarati News

ICICI બેંક અને ફોનપેએ ફાસ્ટેગ ઇશ્યૂ કરવા જોડાણ કર્યું

ફાસ્ટેગ ઇશ્યૂ કરવા માટે ફોનપે સાથે જોડાણ કરનારી પ્રથમ બેંક

મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંક અને ફોનપેએ આજે ફોનપે એપ પર યુપીઆઈનો ઉપયોગ કરીને ફાસ્ટેગ્સ ઇશ્યૂ કરવા માટે તેમના જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણ ફોનપેના 280 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સને એપ પર આઇસીઆઇસીઆઈ બેંક ફાસ્ટેગનો સરળતાપૂર્વક રીતે ઓર્ડર આપવા અને એના પર ટ્રેક કરવાની સુવિધા આપશે.

કોઈ પણ બેંકના ગ્રાહકો અને ફોનપેના યુઝર્સને સંપૂર્ણ ડિજિટાઇઝ અનુભવ મળશે, કારણ કે તેમને ફાસ્ટેગ ખરીદવા ફિઝિકલ સ્ટોર્સ કે ટોલ લોકેશનની મુલાકાત નહીં લેવી પડે. આઇસીઆઇસીઆઈ બેંક ફાસ્ટેગ ઇશ્યૂ કરવા માટે ફોન પે સાથે જોડાણ કરનાર પ્રથમ બેંક છે.

ફાસ્ટેગ એક બ્રાન્ડ નેમ છે, જેની માલિકી ઇન્ડિયન હાઇવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇએચએમસીએલ)ની છે, જે  નેશનલ હાઇવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ના ઇલેક્ટ્રોનિક ટોલિંગ તથા અન્ય આનુષંગિક પ્રોજેક્ટ માટે કામ કરે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ), આઇએચએમસીએલ અને એનએચએઆઈ સંયુક્તપણે પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજમાર્ગોના ટોલ પેમેન્ટને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે સંયુક્તપણે કામ કરે છે.

આ જોડાણ વિશે આઇસીઆઇસીઆઈ બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ શ્રી સુદિપ્તો રૉયે કહ્યું હતું કે, “અમને ફોન અને એનપીસીઆઈ સાથે ઇકોસિસ્ટમમાં ફાસ્ટેગની ડિજિટલ સ્વીકાર્યતા વધારવાની સુવિધા આપવા જોડાણ કરવાની ખુશી છે. આ જોડાણ ફોનપેના લાખો ગ્રાહકોને નવા ફાસ્ટેગ માટે સરળતાપૂર્વક અરજી કરવા અને તેમના ઘરે નિઃશુલ્ક રીતે મેળવવા સક્ષમ બનાવશે.

આ જોડાણ એવા યુઝર્સ માટે પણ ઉપયોગી છે, જેઓ આઇસીઆઇસીઆઈ બેંકના ગ્રાહકો નથી, કારણ કે આ યુપીઆઈની સુવિધા સાથે ફાસ્ટેગનો ઓર્ડર આપવા અને પછી રિચાર્જ કરવાની સુવિધા આપે છે. આ સાથે આઇસીઆઇસીઆઈ બેંકે ફાસ્ટેગ ઇકોસિસ્ટમમાં વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે.

અમે ફાસ્ટેગની શરૂઆતથી એની સાથે ગાઢ જોડાણ ધરાવીએ છીએ, કારણ કે અમે મુંબઈ-વડોદર કોરિડોર પર એને રાષ્ટ્રીય સ્તરે શરૂ કરનાર પ્રથમ હતા. પછી અમે જીએમઆર હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ગુરુગ્રામમાં ટેક પાર્ક્સ એન્ડ મોલમાં, ત્રિવેન્દ્રમ અને વિઝાગમાં પાર્કિંગ ફી કલેક્શન જેવા ઇનોવેટિવ સોલ્યુશનો અને ડિજિટલ ઉપલબ્ધતાના વપરાશમાં વધારો કર્યો છે. ફાસ્ટેગ પર સરેરાશ દૈનિક વ્યવહારોના મૂલ્ય  અને વોલ્યુમમાં બજારમાં અમારી લીડરશિપ ગ્રાહકોએ અમારી ક્ષમતામાં મૂકેલા વિશ્વાસનો પુરાવો છે. અમારું માનવું છે કે, ફોનપે સાથે અમારું લેટેસ્ટ જોડાણ લાંબા ગાળે વધારે સુવિધાજનક, સરળતાપૂર્વક અને ડિજિટલ રીતે ફાસ્ટેગને ઉપલબ્ધ કરાવશે.”

આ ડેવલપમેન્ટ પર ફોનપેના પેમેન્ટ્સના હેડ શ્રી દીપ અગ્રવાલે કહ્યું હતું કે, “અમને ફોનપેના લાખો યુઝર્સને અમારા પ્લેટફોર્મ પર સરળતા અને સુવિધાજન રીતે ફાસ્ટેગની સીધી ખરીદી કરવા સક્ષમ બનાવવા આઇસીઆઇસીઆઈ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. ફાસ્ટેગ પેમેન્ટ ક્ષેત્રનું ડિજિટાઇઝેશન કરવામાં મહત્ત્વપૂર્ણ છે.

અમને અમારા પ્લેટફોર્મ પર ફાસ્ટેગ રિચાર્જિંગ કરાવતા અમારા યુઝર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એપ પર દરરોજ લાખો ગ્રાહકો રિચાર્જ કરાવે છે. હકીકતમાં છેલ્લાં 3 મહિનામાં ફાસ્ટેગ રિચાર્જમાં 145 ટકાની વૃદ્ધિ થઈ છે, જે ઇન્ટરસિટી પ્રવાસમાં વધારાનો સંકેત છે, કારણ કે લોકડાઉન પછી બજારો ખુલ્યાં છે. અમને ખાતરી છે કે, ફોનપેની પહોંચ, શ્રેષ્ઠ પેમેન્ટ અને યુઝરને અનુભવ સાથે અમે લાખો ગ્રાહકોને દેશભરમાં ફાસ્ટેગ ખરીદવા અને ઉપયોગ કરવા સક્ષમ બનાવીશું.”

એનપીસીઆઈના પરિપ્રેક્ષ્ય વિશે એના એનઇટીસી અને એઇપીએસના હેડ શ્રી ડેની થોમસે કહ્યું હતું કે, “ફોનપે અને આઇસીઆઇસીઆઈ બેંકનું જોડાણ એનઇટીસી ફાસ્ટેગની સ્વીકાર્યતામાં વધારો કરશે અને ગ્રાહકોને ઘરે ડિલિવરી સુનિશ્ચિત કરશે.

અમારું માનવું છે કે, આ પહેલ દેશભરમાં ફાસ્ટેગની પહોંચ વધારશે અને યુઝર્સને ફોનપે એપ દ્વારા રિચાર્જનો સરળ અનુભવ આપશે. ગ્રાહકોને કોન્ટેક્ટલેસ ઇલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટના મહત્વને અહેસાસ થયો છે તથા વિવિધ રાજ્યો અને સિટી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની સ્વીકાર્યતામાં વધારો થવાની સાથે રિટેલ ગ્રાહકો હવે પાર્કિંગ અને અન્ય યુઝ કેસમાં આવો જ અનુભવ મેળવવા આતુર છે.”

ફોનપેના યુઝર્સ થોડા સરળ સ્ટેપને અનુસરીને આઇસીઆઇસીઆઈ બેંક ફાસ્ટેગની ખરીદી કરી શકે છે. યુઝર્સને ફોનપે એપના હોમપેજ પર જવું પડશે અને ‘આઇસીઆઇસીઆઈ ફાસ્ટેગ’ (માય મની એન્ડ સ્વિચ સેક્શન હેઠળ) પર ક્લિક કરવું પડશે તથા પછી ‘બાય ન્યૂ ફાસ્ટેગ’ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તેમણે પેમેન્ટ કરતા અગાઉ પેન, વાહનનો નંબર એન્ટર કરવો પડશે. ફાસ્ટેગ ગ્રાહકને ઘરે મળી જશે, જેને વાહનની વિન્ડશીલ્ડ પર લગાવી શકાશે અને પછી તાત્કાલિક એનો ઉપયોગ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.