Western Times News

Gujarati News

મેક્રોટેક ડેવલપર્સનો IPO 7 એપ્રિલ, 2021ના રોજ ખુલશે, 9 એપ્રિલ, 2021ના રોજ બંધ થશે

અમદાવાદ, મુંબઇ સ્થિત રીઅલ એસ્ટેટ ડેવલપર, મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉની લોધા ડેવલપર્સ લિમિટેડ) બુધવાર, તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (ઇશ્યુ”/“આઈપીઓ”)ના અનુસંધાનમાં બિડ/ઓફર બુધવાર, 7 એપ્રિલ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને શુક્રવાર, 9 એપ્રિલ, 2021ના રોજ બંધ કરશે.

ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs.483–Rs.486 નક્કી કરવામાં આવી છે. કંપની ગ્લોબલ કો-ઓર્ડીનેટર્સ બુક રનિંગ લીડ મેનેજર્સ અને  બૂક રનિંગ લીડ મેનેજર્સ (“મેનેજર્સ”)ની સલાહ સાથે એન્કર રોકાણકારોની ભાગીદારી અંગે વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે મંગળવાર, 6 એપ્રિલ, 2021ના રોજ થશે.

આઈપીઓ એ Rs.10ની ફેસ વેલ્યુના કુલ મળીને Rs.2500 કરોડના ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇસ્યુ છે. નવા ઇશ્યૂમાં કુલ Rs.30 કરોડના ઇક્વિટી શેરો લાયક કર્મચારીઓ (કર્મચારીઓનો અનામત હિસ્સો) માટે અનામત છે અને ચોખ્ખો ઇશ્યૂ (એટલે કે કર્મચારીઓનો અનામત હિસ્સો બાદ કરીને) નીચે મુજબ રહેશે:

50% કરતા વધારે નહિ એટલો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”), 15% કરતા ઓછા નહિ એટલો હિસ્સો બિન-સંસ્થાકીય બિડર્સ માટે અને 50% થી ઓછો નહિ એટલો હિસ્સો રીટેલ વ્યક્તિગત બિડરો માટે છે.

વધુ વિગતો માટે, આઇપીઓના અનુસંધાનમાં કંપની દ્વારા દાખલ કરવામાં આવેલા 31 માર્ચ, 2020ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”)નો સંદર્ભ લો.

કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપનીના ચુકવવાના બાકી કુલ Rs.1500 કરોડ સુધીના ઋણમાં ઘટાડો કરવા, જમીન કે જમીનના વિકાસના હકોના અધિગ્રહણ માટે કુલ Rs.375 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.

નાણાકીય વર્ષ 2014થી 2020માં રહેઠાણોના વેચાણ મૂલ્યની રીતે કંપની  ભારતના સૌથી મોટા રીઅલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીની એક છે (સ્રોત: એનારોક રિપોર્ટ). 31 ડિસેમ્બર, 2020ના રોજની સ્થિતિએ, કંપનીએ 91 પ્રોજેક્ટ્સમાં લગભગ 77.2મિલિયન ચોરસફૂટ વિકાસપાત્ર વિસ્તાર પૂર્ણ કર્યો છે.

તેની પાસે 54 ચાલી રહેલા અને આયોજિત પ્રોજેક્ટ્સ છે જેમાં અંદાજે 73.8  મિલિયન ચોરસફૂટ વિકાસશીલ વિસ્તાર છે. તેની મુખ્ય તાકાત રહેણાંક રીઅલ એસ્ટેટના વિકાસના તેના મુખ્ય વ્યવસાયમાં રહેલી છે, તે સાથે પરવડે એવા અને મધ્યમ-આવકવાળા લોકોના મકાનો પર તેનું ધ્યાન કેન્દ્રીત છે. 2019માં, મેક્રોટેક ડેવલપર્સે લોજિસ્ટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સના વિકાસમાં પ્રવેશ કર્યો હતો અને ESR Mumbai 3 Pte. Limited (“ESR”) સાથે સંયુક્ત સાહસ કર્યું હતું, જે એશિયા પેસિફિક કેન્દ્રીત લોજિસ્ટિક્સ રીઅલ એસ્ટેટ પ્લેટફોર્મ ESR Cayman Limitedની પેટાકંપની છે(સ્રોત: એનારોક રિપોર્ટ).

એક્સિસ કેપિટલ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઇશ્યૂના વૈશ્વિક કોઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એડલ્વિઝ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બૂક રનિંગ લીડ મેનેજર્સ છે.

અહીં ઉપયોગમાં લેવાયેલા અને વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી એવા બધા મૂડીગત શબ્દોના અર્થ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”)માં લખાયેલા છે એ જ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.