લગ્નના દોઢ મહિના બાદ દિયા મિર્ઝાએ આપી ખુશખબરી
દિયાએ બેબી બમ્પ સાથે શેર કર્યો ફોટો-દિયા મિર્ઝા તેના પતિ વૈભવ રેખીની સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ૧૫ ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના દોઢ મહિના બાદ દિયા મિર્ઝા પ્રેગ્નેન્ટ છે. દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ શેર કરતા આ ખુશખબર આપ્યા છે.
એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ગુરુવારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શેર કર્યો છે.
જેમાં તે બેબી બમ્પ સાથે જાેવા મળી રહી છે. સાથે જ તેણે આ ફોટોગ્રાફ સાથે એક પોસ્ટ પણ લખી છે. તેણે આ પોસ્ટમાં જણાવ્યું કે આ ફોટોગ્રાફ તેના પતિ વૈભવ રેખીએ ક્લિક કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે દિયા મિર્ઝા તેના પતિ વૈભવ રેખીની સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. તે સતત ત્યાંથી ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. દિયા મિર્ઝા પોતાના હનીમૂન પર સાવકી દીકરી સમાયરાને પણ લઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે સમાયરા, દિયા મિર્ઝાના પતિ વૈભવ રેખીની પ્રથમ પત્નીની દીકરી છે. સમાયરા, દિયા મિર્ઝાના લગ્નમાં પણ જાેવા મળી હતી. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. તેમની દીકરીનું નામ સમાયરા છે.
દિયા મિર્ઝાના વૈભવ રેખી સાથેના આ બીજા લગ્ન છે. આ પહેલા દિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૪માં લાંબા ડેટિંગ બાદ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. પણ, વર્ષ ૨૦૧૯માં તેમણે પરસ્પર સહમતિથી ડિવોર્સ લીધા હતા.
વર્ષ ૨૦૦૦માં દિયા મિર્ઝાએ મિસ એશિયા પેસિફિક એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ તેણે એક્ટર આર માધવનની સાથે બોલિવૂડ ફિલ્મ ‘રહેના હે તેરે દિલ મેં’થી ડેબ્યુ કર્યું હતું. હાલમાં જ દિયા મિર્ઝા એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે ફિલ્મ ‘થપ્પડ’માં જાેવા મળી હતી.