Western Times News

Gujarati News

કિયારાએ કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થને કહ્યો બુદ્ધિશાળી

કિયારા અડવાણીએ કહ્યું કે, અભિનેતા સિદ્ધાર્થ એવી વ્યક્તિ છે જે સ્ક્રિપ્ટ અને એડિટિંગ બાબતે ખૂબ મહેનત કરે છે

મુંબઈ,  અપકમિંગ ફિલ્મ “ભૂલ ભૂલૈયા ૨”ના શૂટિંગમાં વ્યસ્ત કિયારા અડવાણીએ હાલમાં જ કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે વાત કરી હતી. કપલે હંમેશા તેમના રિલેશનશિપ વિશે મૌન સેવ્યું છે, પરંતુ જ્યારે તેઓ ન્યૂ યરના સેલિબ્રેશન માટે સાથે માલદીવ્સ ગયા ત્યારે અફવાઓને વધારે જાેર મળ્યું હતું.

ફિલ્મફેરને હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં, કિયારાને અલગ-અલગ ફિલ્મમાં તેના કો-એક્ટર્સનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે આ સમયે સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, બંને ફિલ્મ શેરશાંહમાં પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતાં જાેવા મળવાના છે.

કિયારા અડવાણીએ કહ્યું કે, સિદ્ધાર્થ, એક એવો વ્યક્તિ છે જેને, શેરશાંહના શૂટિંગ દરમિયાન જાણવાની મને તક મળી. જ્યારે સ્ક્રિપ્ટ અને એડિટની વાત આવે છે ત્યારે તે હોંશિયાર અને બુદ્ધિશાળી છે. જ્યારે કામની વાત આવે ત્યારે તેનું ધ્યાન હંમેશા કેન્દ્રીત હોય છે.

કિયારા અને સિદ્ધાર્થની ફિલ્મ ‘શેરશાંહ’ કાર્ગિલ હીરો, પરમ વીર ચક્ર વિજેતા તેમજ ઈન્ડિયન આર્મી કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે.

ફિલ્મફેરને અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં તેને તે છેલ્લે ક્યારે ડેટ પર ગઈ તે અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું છેલ્લે આ વર્ષે જ ડેટ પર ગઈ હતી. આ વર્ષ શરૂ થયું તેને હજું બે મહિના જ થયા છે. તેથી તમે તેની ગણતરી કરી શકો છો’. આ વાતથી કિયારાએ સિદ્ધાર્થ સાથેના રિલેશનશિપ વિશે પુષ્ટિ કરી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બંને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે માલદીવ્સ ગયા હતા અને બાદમાં તે સિદ્ધાર્થના માતા-પિતાને પણ મળી હતી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કિયારા છેલ્લે આદિત્ય સીલ સાથે ‘ઈંદુ કી જવાની’માં જાેવા મળી હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તે હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શેરશાંહમાં જાેવા મળશે, જે ૨ જુલાઈએ રિલીઝ થવાની છે.
આ સિવાય તેની પાસે જુગ જુગ જીયો પણ છે. જેમાં વરુણ ધવન, અનિલ કપૂર અને નીતૂ કપૂર લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, કિયારાએ ફગલી ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.