માલપુરના સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવ સાનિધ્યે દરરોજ યોજાય છે સાયં મહાપૂજા આરતી
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે માલપુરના વાત્રક તટે આવેલા નવા રક્ષેશ્વર મહાદેવ ખાતે ભક્તિમય વાતાવરણમાં ભગવાન સદાશિવ ની આરાધના ખૂબ ભાવ થી કરવામાં આવેછે દરરોજ ભૂદેવો દ્વારા ભગવાન ભોળાનાથ ને બીલીપત્ર અર્પણ કરવામાં આવેછે પંચામૃત વડે ભગવાન નો રુદ્રાભિષેક કરવામાં આવેછે દરરોજ શ્રદ્ધાળુઓ ભૂદેવો દ્વારા મહા મૃત્યુંજય ના જાપ કરવામાં આવેછે દરરોજ સાંજે વૈદિક બ્રાહ્મણો દ્વારા ભગવાન નું સોળ ઉપચાર વડે પૂજન કરવા માં આવેછે,
શિવલિંગ પર અભિષેક કરી સુંદર મજાનું પીતાંબર પહેરાવવા માં આવેછે તેમજ સદાશિવ નો મુખવટો શિવલિંગ ને પહેરાવવા માં આવેછે શિવલિંગ સહિત જરાધારી આસપાસ અવનવા આકાર વાળી શાસ્ત્ર અનુસાર રંગોળી કરવામાં આવેછે દરરોજ ના દૈનિક યજમાન દ્વારા વેદ ના મંત્રો વડે સંકલ્પીત પૂજન કર્યા બાદ 108 દીવા ની દીપમાળ પ્રગટાવવામાં આવે છે.
ખૂબ ભાવ થી સંગીતમય રીતે ભોળાનાથ ની આરતી કરવામાં આવેછે અસ્ટોત્તર સત નમઃ શિવાય ના મંત્ર વડે સમૂહ માળા કરી અને ભક્તો ભોળાનાથ ને રીઝવવા માટે તત્પર બનેછે આમ દરરોજ ભગવાન મહાદેવ ના દર્શન આરતી નો લાવો લેવા માટે ભક્તો નું ઘોડાપુર માલપુર નવા રક્ષેશ્વર મહાદેવ સાનિધ્યે ઉમટી પડેછે માલપુર નવા રક્ષેશ્વર મહાદેવ ના મંદિરે દર શ્રાવણ માસ માં અવનવા કાર્યક્રમ નું ભવ્ય રીતે આયોજન કરવા માં આવેછે અને આ તમામ અયોજન માલપુર ત્રિવેદી મેવડા બ્રાહ્મણ પંચ દ્વારા કરવામાં આવેછે