કરોડોના જમીન કૌભાંડમાં ફસાયેલા મૈનપુરીમાં લેખપાલની પાંચ કરોડની સંપત્તિ સીઝ
મૈનપુરી: કરોડોની જમીન કૌભાંડમાં ફસાયેલા લેખપાલ પ્રદીપેંદ્ર સિંહ ચૌહાણની પાંચ કરોડથી વધુની સંપત્તિને પોલીસે સીજ કરી દીધી છે.ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.આ દરમિયાન લેખપાલના પરિવારજનોથી પણ પોલીસને ઝઝુમવું પડયુ હતું. સંપત્તિના રિસીવર તાલુકાદારને બનાવવામાં આવ્યા છે. આરોપી લેખપાલની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે
ભોગાંવના ગ્રામ અહિરવામાં થયેલ કરોડોના જમીન કૌભાંડમાં નગરના રાજા કા બાગ નિવાસી લેખપાલ પ્રદીપેદ્ર સિંહ ચૌહાણની વિરૂધ્ધ પણ ભોગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી તેના પર ગેંગસ્ટર એકટની કાર્યવાહી પણ થઇ હતી. લેખપાલની વિરૂધ્ધ ડીએમ કોર્ટમાં સંપત્તિ જપ્ત કરવાનો મામલો પણ ચાલી રહ્યો હતો તેના પર ડીએમે તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.
આથી સીઓ ભોગાંવ અમર બહાદુર સિંહ સીઓ સિટી અભયનરાયન રાય કોતવાલી અને બિછવા પોલીસને લઇ રાજા કા બાગ ગલી ં. ૧એમાં પહોંચ્યા અને લેખપાલના ઘરની કુર્કીની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે લેખપાલના ઘરે પહોંચી તો મહિલાઓએ દરવાજાે ખોલવાનો ઇન્કાર કરી દીધો ત્યારબાદ મહિલા પોલીસને બોલાવી જબરજસ્તી દરવાજાે ખોલાવવામાં આવ્યો હતો નોકજાેક બાદ પોલીસે પરિવારજનોને બહાર કાઢયા અને મકાન સીલ કર્યું કાર્યવાહી દરમિયાન ચાર માળનું મકાન અને દુકાનો સીલ કરવામાં આવી હતી.
સીઓ અમર બહાદુર સિંહે કહ્યું કે લેખપાલે નોઇડામાં પણ જ દોઢ કરોડથી વધુની સંપત્તિ ખરીદી છે મૂળ રીતે કુરાવલીના ફતેહજંગપુર નિવાસી પ્રદીપેદ્રે ૨૦૧૧માં દાદરી ગૌતમ બુધ્ધનગરના ગ્રામ ચિપ્પિયાના બુજુર્ગમાં ૧૧૬.૪૪ વર્ગ મીટરનો ખાલી પ્લોટ ખરીદ્યો હતો જેની વર્તમાન કીમત ૮૦ લાખ રૂપિયા છે.દાદરીમાં જ લેખપાલે ૧૦૪.૭૨ વર્ગ મીટરનો બીજાે પ્લોટ ખરીદ્યો હતો તેની કીમત પણ લગભગ ૮૦ લાખ રૂપિયા બતાવાય છે. આ સંપત્તિને સીજ કરવા માટે ડીએમ ગૌતમબુધ્ધ નગરના ડીએમ મૈનપુરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે.