Western Times News

Gujarati News

ઝઘડિયાના સરસાડ ગામે પાંચ ખેડૂતોના ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ તોડી નાંખતા લાખોનું નુકસાન

કેળના પાકમાં સિંચાઈ માટે ફીટ કરાવેલ ડ્રીપ  ઈરીગેશન ખેડૂતને મળીએ અંદાજે ૨.૮ લાખ રૂપિયાનો નુકસાન થયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના મુલદ ગામથી લઈ રાણીપુરા અવિધા રાજપારડી,સરસાડ,પાણેથા અને ઈન્દોર ગામની સીમમાં વારંવાર ડ્રીપ ઈરીગેશન સિસ્ટમને તોડી નાંખી નુકસાન કરી તથા સિંચાઈ માટે રાખેલ મોટરના ટેબલ કપાવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.ગતરોજ ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે પાંચ જેટલા ખેડૂતોએ કેળા ના પાક માટે સિંચાઈના કામે ફીટ કરાવેલ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમને ચોરીના ઈરાદે નહી પરંતુ ખેડૂતોને નુકસાન કરવાના ઈરાદે મોટું નુકસાન કર્યું છે.સરસાડ ગામના (૧) વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડા ના ખેતરમાં ૬૦,૦૦૦ નુ‌ નુ‌કસાન (૨) રવિરાજસિંહ પ્રવિણસિંહ ખેર ના ખેતરમાં ૬૦,૦૦૦ જેટલું નુકસાન, (૩) સંદીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ ના ખેતરમાં આશરે ૨૫,૦૦૦ જેટલા નુકસાન, (૪) દિવ્યજીતસિંહ જયેન્દ્રસિંહ પાંજરોલિયા ના ખેતરમાં ૬૦,૦૦૦ રૂપિયાનું નુકસાન તથા (૫) કિશોરસિંહ કનકસિંહ વાંસદિયા ના ખેતરમાં આશરે ૩૦૦૦ રૂપિયા નુકસાન મળીએ કુલ ૨,૦૮,૦૦૦ રૂપિયાનું નુકસાન કોઈ માથા ફરેલ ઈસમે ખેડૂતોને નુકસાન કરવાના ઈરાદે તોડફોડ કરી છે. ખેડૂતોના થયેલા નુકસાન બાબતે વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડા રહે.સરસાડ તા.ઝઘડિયા એ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.