અમદાવાદ કલેક્ટર કચેરીમાં વૃધ્ધો માટે લીફ્ટની વ્યવસ્થા કરાઇ
વૃધ્ધો અને દિવ્યાંજનોની દરકાર કરતું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર
અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીમાં આવતા વૃધ્ધ અને દિવ્યાંગ મુલાકાતીઓની દરકાર કરીને તેમના માટે લીફ્ટની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્યું છે કે , સામાન્ય રીતે દિન-પ્રતિદિન સરકારી કચેરીમાં મુલાકાતીઓ આવતા હોય છે. એવામાં વૃધ્ધો અને દિવ્યાંગજનોને કોઇ પણ પ્રકારની તકલીફ ઉભી ન થાય તથા સમગ્ર કચેરીમાં કામગીરી અર્થે આવતા વયસ્ક અને દિવ્યાંગ નાગરિકો સરળતાથી આવન-જાવન કરી શકે તે માટે અમદાવાદ કલેક્ટર કચેરીમાં અત્યાધુનિક લીફ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ અત્યાધુનિક લીફ્ટની સુવિધાની મદદથી વૃધ્ધો અને દિવ્યાંગજનોની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે અને તેઓની સુખાકારીમાં વધારો થશે તેમ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ ઉમેર્યુ હતું.