બંગાળ અને કેરળમાં ત્રીજા તબક્કામાં મતદારોનું જંગી મતદાન
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરલ અને પોડિચેરીમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન યોજાયુ હતું આ વખતેના મતદાનમાં મતદારોમાં અલગ જ જાેશ જાેવા મળી રહ્યાં હતાં. બંગાળમાં મતદારોએ ભારે મતદાન કર્યું હતું સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન થયું હતું જયારે પોડિચેરીમાં ૬૫ ટકા મતદાન થયું હતું.
બંગાળમાં ત્રીજા તબક્કાની ૩૧ બેઠકો માટે મતદાન થયું હતું જયારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ૪૦ બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત તમિલનાડુની ૨૩૨,કેરલની ૧૪૦ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોડિચેરીની ૩૦ બેઠકો માટે મતદાન થયું હતું.
ચુંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર આસામમાં ૬૦.૪ ટકા,કેરલમાં ૬૦ ટકા પોડિચેરીમાં ૬૫ ટકા અને તમિલનાડુમાં ૫૫.૦૧ ટકા મતદાન થયું હતું. આજે યોજાયેલ મતદાનમાં અભિનેતા રજનીકાંતે ચેન્નાઇમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન કર્યું હતું.
જયારે મેટ્રો મેન ઇ શ્રીધરને પોન્નાનીમાં વિધાનસભા ચુંટણીમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિન, તેમની પત્ની પુત્ર ઉદયનિધિએ ચેન્નાઇની એસઆઇટી કોલેજ ખાતે મતદાન કર્યું હતું.