Western Times News

Gujarati News

બંગાળ વિધાનસભા ચુંટણી બાદ બહારી લોકોને પાછું ફરવું પડશે : મમતા

કોલકતા: અલીપુરદ્વાર જીલ્લામાં ટીએમસીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા માટે પહોચેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે ભાજપવાળા ફકત ખોટું બોલે છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી જ ખોટું બોલે તે સામાન્ય લોકો પર તેની શું અસર પડશે. મમતાએ કહ્યું કે લોકસભા ચુંટણી પહેલા કેન્દ્રમાં મંત્રી અહીં આવી સાત ચ્હાના બગીચા ખોલાવવાનું વચન આપ્યુ હતું પરંતુ ચુંટણી પુરી થયા બાદ જ બધુ ભુલી ગયા ટીએમસી સરકારે પાંચ બગીચાને ખોલાવ્યા અને આવનારા દિવસોમાં પણ બગીચા ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે

મુખ્યમંત્રીએ કાલચીનીના નિમિતિ મેદાનમાં જાહેરસભા દરમિયાન ચુંટણી પંચ અને કેન્દ્રીય દળોની પણ ટીકા કરી હતી તેમણે કહ્યું કે કેન્દ્રીય વાહિનીની મદદથી ભાજપના ગુંડા ટીએમસી ઉમેદવારો અને તેમના સમર્થકો પર હુમલો કરી રહ્યાં છે જાનથી મારવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ ચુંટણી પંચ મુકદર્શક બની ગઇ છે. મમતાએ ચુંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આટલી કડક કેન્દ્રીય વાહિની હોવા છતાં ત્રણ તબક્કામાં સાતથી આઠ હત્યાઓ કેમ થઇ.ભાજપના લોકો બહારી લોકોને રાજયમાં ધુસાડી ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે

ટીએમસીના લોકોને બુથ સુધી પહોંચા દેતા નથી તેમણે કહ્યું કે વિધાનસભા ચુંટણી બાદ બહારી લોકોને પાછા ફરવું પડશે સભા દરમિયાન મમતાએ છત્તીસગઢમાં થયેલ નકસલી હુમલા પર દુખ વ્યકત કરતા કહ્યું કે દેશમાં ૨૧ જવાન શહીદ થયા છે પરંતુ કેન્દ્ર સરકારની પુરી કેબિનેટ બંગાળમાં ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે પોતાના દેશના જવાનો અને સામાન્ય લોકોથી કેન્દ્ર સરકારને કોઇ મતલબ નથી તેનો હેતુ ફકતને ફકત સત્તા હાંસલ કરવાનો છે.

મુખ્યમંત્રીએ પોતાના વિકાસ કાર્યોની વાત કરતા કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષોમાં તેમની સરકારે અલીપુરદ્વાર જીલ્લામાં અનેક વિકાસ કાર્ય કર્યા છે. જેમાં મુખ્ય અલીપુરદ્વારને જીલ્લો બનાવવા ડુવાર્સ કન્યા સ્થાપિત કરવી વિશ્વ વિદ્યાલય બનાવવાની તૈયારી ત્રણ કોલેજ ખોલવી ચ્હા શ્રમિકો માટે ત્રણ લાખ ઘર આપવાની યજના સહિત અનેક જનકલ્યાણકારી યોજનાઓ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.