ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી ગાંડીતૂર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
ઉકાઈ ડેમમાંથી ૧.૧૨ લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના ૧૦ ગામો સંપર્ક વિહોણા |
સુરત:રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાયા છે, અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હાલ સુરતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી ૧.૧૨ લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના ૧૦ ગામો સંપર્ક વિહોણા છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તથા ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે તાપી સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમના દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરત જિલ્લાના અનેક ગામોને હાઈ એલર્ટ કરી પ્રશાસન તંત્ર દ્વારા નાગરીકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામા આવી છે. બીજી બાજુ હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદને પગલે સુરતનો ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાંથી ફરી તાપીમાં પાણી છોડાતાં તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી હાલ ૧.૧૨ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે.
જેને કારણે ઉકાઈ ડેમની સપાટી ૩૩૬.૫૮ ફૂટે પહોંચી છે. તાપી નદીમાં પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ લો લેવલ કોઝ વે ડૂબ્યો છે. વિયરકમ કોઝવેની સપાટી ૮.૩૯ મીટરે પહોંચી છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં ૧૦ ગામોનો સીધો સંપર્ક કપાયો છે.