Western Times News

Gujarati News

ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ ભયજનક સપાટીને પાર કરી

સરદાર સરોવર ૧૩૩.૮૪ મીટરની ઐતિહાસિક સપાટીએ : સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૪,૬૦,૦૫૯૮ ક્યૂસેક પાણી છોડાયું

ભરૂચ : સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવકના પગલે ડૅમ ૧૩૩.૮૪ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હાલમાં સરદાર સરોવરના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૪,૬૦,૦૫૯૮ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

સરદાર સરોવરમાંથી પાણી છોડાતાં ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીને પાર પહોંચી ગયો છે. ગોલ્ડ બ્રિજ ખાતે પાણીની સપાટી ૨૪.૫૦ ફૂટ નોંધાઈ છે. ગોલ્ડન બ્રિજની ભયજક સપાટી ૨૪ ફૂટ છે. નર્મદા નદીમાં પાણી છોડાતાં તંત્ર દ્વારા ભરૂચના કાંઠા વિસ્તારના ૨૦ ગામનાં લોકોને લોકોને સાવચેત કરાયાં છે.

સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

ઉપરવાસમાં વરસાદને કારણે જા હજુ વધુ વરસાદ મધ્યપ્રદેશ અને નર્મદા વિસ્તારમાં રહેશે તો હજુ વધુ પાણી છોડવામાં આવી શકે છે.

સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી ૫,૫૨,૩૧૫ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડૅમમાં પાણીનો જીવંત જથ્થો ૪૨૩૫ મિલિયન ક્યૂબીક મીટર છે.

સરદાર સરોવરમાં પાણીની પુષ્કળ આવકના પગલે રિબર બૅડ પાવર હાઉસ ૨૪ કલાક ચાલુ છે જ્યારે ૨૫૦ મેગાવોટ કૅનાલ હેડ પાવર હાઉસનાં ૩ યુનિટ સક્રિય છે. સરદાર સરોવર ડૅમ પર દરવાજા મૂકાયાં બાદ પહેલીવાર ડૅમ આૅવરફ્‌લો થયો છે. સરદાર સરોવરમાંથી પહેલી વાર પાણી છોડાયું ત્યારે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે ડૅમના પાણીથી ઉત્તર ગુજરાતના તળાવો ભરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.