એર માર્શલ એસ.કે. ઘોટિયાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
અમદાવાદ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADC, 05 એપ્રિલથી 07 એપ્રિલ 2021 દરમિયાન વડોદરા એર ફોર્સ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા.
એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ આ મુલાકાતમાં તેમની સાથે જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર પી.વી.એસ. નારાયણ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી દિપાલી નારાયણ તેમના સ્વાગતમાં આવ્યા હતા.
AOC-ઇન Cને તેમના આગમન સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એર માર્શલને સ્ટેશનની વર્તમાન પરિચાલન તૈયારીઓ અને પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે બેઝ ખાતે વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું હતું અને ઉચ્ચ કક્ષાની પૂર્વતૈયારીઓ જાળવી રાખવા બદલ સ્ટેશનને અભિનંદન પાઠવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, એર માર્શલે સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશિલ અભિગમ અપનાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી અને કર્મીઓને એર ફોર્સની ગરીમાપૂર્ણ પરંપરાઓ જાળવી રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે તમામ કર્મીઓને હાલમાં ચાલી રહેલી કોવિડની પરિસ્થિતિ સામે જરૂરી સાચવેતીઓ લેવા માટે અનુરોધ કર્યો હતો.