કમાંડો રાકેશ્વરની મુક્તિની માંગ કરતા સેંકડો લોકોએ પ્રદર્શન કર્યું
છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ કરવામાં આવેલા CRPF કમાંડોના પરિવારજનો સહિત સેંકડો લોકોએ માર્ગ જામ કર્યા
https://westerntimesnews.in/news/47136
નવીદિલ્હી, છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ કરવામાં આવેલા સીઆરપીએફ કમાંડોના પરિવારજનો સહિત સેંકડો લોકોએ માર્ગ જામ કરી વિરોધ પ્રદર્શન કર્યા આ લોકોએ પ્રદર્શન કરતા સરકાર પાસે માંગ કરી કે તાકિદે કોબરા કમાંડો રાકેશ સિંહ મન્હાસને મુકત કરાવવામાં આવે પ્રદર્શન કરતા પરિવારજનો અને અન્ય લોકોએ માંગ કરી કે જે રીતે સરકારે અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનથી તાકિદે મુકત કરાવ્યો હતો
તે રીતે રાકેશ્વર સિંહને પણ માઓવાદીઓના કબજાથી મુકત કરાવવામાં આવે. મંગળવારે મોડી રાતે માઓવાદીઓએ રાકેશ્વરના અપહરણની પુષ્ટી કરી હતી અને સરકારને કહ્યું હતું કે જાે તે વાર્તાકાર નિયુકત કરે છે તો વાતચીત બાદ કમાંડોને મુકત કરી દેવામાં આવશે
એ યાદ રહે કે નકસલલી હુમલામાં સીઆરપીએફ અને પોલીસના ૨૨ જવાન શહીદ થયા હતાં. આ ઘટનામાં ૩૧ જવાનોને ઇજા પણ થઇ હતી.
જમ્મુ લોએર બરનાઇના રહેવાસી મન્હાસની પત્નીએ પણ તેમની મુક્તિ માટે સરકારથી તાકિદે પગલા ઉઠાવવાની માંગ કરી છે પત્નીએ ભાવુક અપીલ કરતા હ્યું કે જાે ફરજમાં કયારેય પણ એક દિવસનો વિલંબ થાય છે તો એકશન લેવામાં આવે છે પરંતુ તે ૪ દિવસથી અપહરણ થયેલ છે તો કોઇ કાર્યવાહી થઇ નથી.
મન્હાસની પાંચ વર્ષની પાંચ વર્ષની બાળકી છે અને તે પરિવારમાં એકલો કમાનાર વ્યક્તિ છે. તેમની માતાએ પણ સરકારથી પુત્રને મુકત કરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું કંઇ અન્ય ઇચ્છતી નથી હું ફકત મારા પુત્રની વાપસી ઇચ્છી રહી છું. સરકાર તયાં છે.