હાંસોટ તાલુકાના ઈલાવમાં સ્વૈચ્છીક લોકડાઉન : બપોરના 12 બાદ બજાર બંધ તો માસ્ક વગર ફરતા લોકોને 50 નો દંડ
(વિરલ રાણા ધ્વરા) ભરૂચ, ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકાના નાનકડા ઈલાવ ગામમાં તારીખ 30 એપ્રિલ સુધી સ્વૈરિછક લોકડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના પગલે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રહેશે.
હાંસોટ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તાર માં વધી રહેલા કોરોના સંક્રમણ ના કારણે ઈલાવ ગ્રામ પંચાયત ખાતે હાંસોટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ ની ઉપસ્થિતિ માં સરપંચ અને ગામ ના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં કોરોના ના કારણે તા.30 મી એપ્રિલ સુધી બપોર બાદ લોકડાઉન નો નિર્ણય લઈ સવાર ના 7 થી બપોર ના 12 સુધીજ ગામ માં દુકાનો , બજાર ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવતા બપોર બાદ ગામ માં તદ્દન ઓછી ચહલ પહલ જોવા મળી રહી છે.
આ ઉપરાંત ગામ માં માસ્ક વગર ફરતા લોકો પાસે રૂપિયા 50 ના દંડ વસૂલવા અને કોરોના પોઝીટીવ દર્દી કોરેન્ટાઇન ભંગ કરે તો રૂપિયા 1 હજારનો દંડ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઈલાવ ગામનો કોરોના નાથવાનો આ સ્વૈચ્છીક નિર્ણય અન્યો માટે પણ દિશાસુચક બની શકે તેમ છે.