આમોદ નગરમાં કોરોના સંક્રમણ વધતા બપોરે બે થી સાંજે છ સુધી સંપૂર્ણ લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/07-1024x499.jpg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ નગરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા આજ રોજ આમોદ પાલિકા સભાખંડમાં આમોદના વેપારી એસોસિએશન તથા પાલિકાના સત્તાધીશો સાથે રાખી બેઠક કરી હતી.જેમાં આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ કારોબારી ચેરમેન બીજલ ભરવાડ શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ વેપારી એસોસિએશનના પ્રમુખ નયન પટેલ હસન ડભોયા તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રવિવાર તેમજ સોમવાર બપોરે બે થી સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આમોદ નગરના વેપારીઓ તેમજ પાલિકા પ્રમુખ મહેશ પટેલ સાથે બેઠક દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવાની કામગીરી કરવા સૂચન કરવા કર્યું હતું અને જો બે દિવસમાં પણ કોરોના સંક્રમણ ઓછું નહીં થાય તો સંપૂર્ણ કડક લોકડાઉન લાવવા માટે હાજર સૌ કોઈએ સહમતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સહિત તાલુકામાં સરેરાશ ૧૦ થી વધુ લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે ત્યારે આમોદ નગરમાં લોકોની પણ લોકડાઉન કરવાની માંગ રહી હતી.
એક તરફ આમોદ નગર સહિત તાલુકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે આમોદ નગરમામાં કોવિડ-૧૯ ના પોઝીટીવ આવેલા દર્દીઓ માટે આમોદ ગુરુકુળમાં ૧૦૦ થી વધુ બેડની તેમજ અલ મહમૂદ ટ્રસ્ટ દ્વારા ૨૦ થી વધુ બેડ તેમજ રહેવા જમવાની સંપૂર્ણ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તબીબો દ્વારા પણ સેવા આપવામાં આવી રહી છે.