હરસોલ શોપીંગ સેન્ટર આગળ વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ
(પ્રતિનિધિ) હરસોલ, તલોદ તાલુકા હરસોલ ગામ ખાતે આવેલ હરસોલ કેળવણી મંડળ સંચાલિત શોપીંગ સેન્ટર આગળ વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ થોડાક વરસાદ વરસતા પાણી ભરાઈ જવા પામ્યૂ છે.
પાણી ભરાવાના કારણે અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકો ને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ પાણી ભરાતા બાજુમા આવેલ સ્કુલ ના વિદ્યાર્થીઓ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે આ કારણોસર તેમને પણ પાણી ભરાતા મુશકેલી ઓ વેઠવી પડતી હોય છે બિજી બાજુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોતી નથી અહીયા દરૈક ચોમાસા ની સિઝન દરમિયાન હરસોલ ના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહેવા પામતુ હોય છે પણ આ સમસ્યા નૂ કોઈ નિરાકરણ અથવા તો કોઇ જાતની કામગીરી કરવામાં આવતી નથી. આ વા વરસાદી પાણી ભરાઈ રહેવા ના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને આ ના કારણે લોકો બિમારી નો ભોગ બનતા હોય છે આથી આવા પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવિ લોક માં ઉચ્ચારવામા આવી રહી છે.*