ખોદકામમાં ૧૧મીથી ૧૩મી સદીના મંદિરોના અવશેષ મળ્યા
ચંપાવત: કહેવાય છે કે દેવભૂમિ ઉત્તરાખંડના કણ કણમાં ભગવાન વિરાજમાન છે. ચંપાવત જિલ્લાના એક ગામમાં આ હકીકતને રજૂ કરતી તસવીરો સામે આવી છે. ચંપાવતના ચેકુનીબોહરા ગામમાં સોમવારે એક પહાડીના ખોદકામ દરમિયાન ૧૧મીથી ૧૩મી સદીના મંદિરોના ભગ્ન અવશેષ મળ્યા છે. પહેલા માતા અનિતા દેવી, બાદમાં દીકરા સાગર મહરને સપનામાં દેખાયેલા ભગવાન શિવે જણાવેલા સ્થળ પર નવરાત્રિથી ઠીક એક દિવસ પહેલા ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પહાડી પર ખોદકામ કરતાં ૧૧થી ૧૩મી સદીના પ્રાચિન શિવ મંદિર મળ્યા. કહેવાય છે કે સપના પણ સાચા પડતા હોય છે. ભગવાન શિવના દિવસ એટલે કે સોમવારે એક માતા-દીકરાને આવેલા સપનામાં ઘરની નજીકની પહાડી પર મંદિર દટાયેલું હોવાના સંકેત મળ્યા છે. સવારે સપનું જાેનારા શિવ ભક્ત સાગરે ગામ લોકોની સાથે ખોદકામ કર્યું તો ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર મળી આવ્યું. આ મંદિરમાંથી ભગવાન ગણેશ, ચતુર્ભુજ દેવીની મૂર્તિઓ પણ મળી છે.
ચંદ રાજાઓની રાજધાની કહેવાતા ચંપાવતના ચેકુનીબોહરા ગામની એક પહાડી પર ખોદકામ દરમિયાન મળેલા મંદિર અને મૂર્તિઓને લઈને જાણકાર જણાવે છે કે ખોદકામમાં મંદિરમાં મળ્યા ભગ્નાવશેષ. અવશેષો ચંપાવતમાં કત્યૂરી શાસન અને ચંદ રાજાઓના સમયમાં બનેલા મંદિર જેવા છે. હાલના સમયમાં આ મંદિરોનું સંરક્ષણ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. ખોદકામમાં પ્રાચીન શિવ મંદિર મળ્યા બાદ ખોદકામ સ્થળ પર સ્થાનિક લોકોની સાથે જેમને પણ ખબર પડી તે ખોદકામ સ્થળે એકત્ર થઈ રહ્યા છે.