Western Times News

Gujarati News

વીમો વર્તમાન સંજાેગો માટે યોગ્ય છે કે નહીં તે લોકો તપાસતા નથી

Files Photo

નવી દિલ્હી: આરોગ્ય વીમા કવચ ખૂબ મહત્ત્વનું છે. વર્ષે વર્ષે આરોગ્ય વીમો લેવી સારી બાબત છે, પણ ઘણા લોકો વિચાર્યા વગર જ દર વર્ષે આરોગ્ય વીમાને રિન્યૂ કર્યા રાખે છે. તેની સમીક્ષા કરતા નથી. વર્ષો પહેલાં લીધેલો વીમો વર્તમાન સંજાેગો માટે યોગ્ય છે કે નહીં તે પાસાઓ તપાસતા નથી. જેથી અહી ધ્યાન રાખવા જેવી બાબતો રજૂ કરવામાં આવી છે. જીવનમાં દરેક પળ બદલાય છે,

સંજાેગો દર વર્ષે અલગ હોય છે તો આરોગ્ય પોલિસી પણ જરૂરિયાત સાથે બદલાવી જાેઈએ. ચાલો માની લઈએ કે, તમે ૨૩ વર્ષની વયે રૂ. ૩ લાખનું કવરેજ ધરાવતી આરોગ્ય પોલિસી લીધી. હવે તમારી ઉંમર ૩૨ વર્ષની છે. તમારા લગ્ન થઈ ગયાં અને બે બાળકો પણ છે.

તમે દર વર્ષે પોલિસી રિન્યૂ કરો છો. પણ કવર તો માત્ર ૩ લાખ રૂપિયાનું છે. તમે ભલે તમારા જીવનસાથીનું અને બાળકોનું નામ પોલિસીમાં ચડાવ્યું હોય તો પણ શું ચાર સભ્યોના પરિવાર માટે રૂ. ૩ લાખનો આરોગ્ય વીમો પૂરતો છે? ના. તમારે પહેલાં જ રૂ. ૧૦થી રૂ. ૧૫ લાખનો હેલ્થ વીમો વધારી લેવાની જરૂર હતી. દેશમાં સારવારનો ખર્ચ વધી રહ્યો છે.

આવી સ્થિતિમાં વીમા પોલીસી કવરેજ પણ વધારવાની જરૂરિયાત ઊભી થાય છે. માટે દર થોડા વર્ષોમાં એકવાર વીમાની રકમ વધારવી હિતાવહ છે. અથવા એકવાર શક્ય હોય ત્યારે તમે ટોપ-અપ કવર પસંદ કરી શકો છો. હેલ્થ વીમો રિન્યૂ કરતી વખતે આ પોલિસી તમારા બદલાતા કુટુંબ અને આરોગ્યની આવશ્યકતા માટે પૂરતું કવરેજ પૂરું પાડે છે કે કેમ તેની સમીક્ષા કરવી જાેઈએ.

વીમાની આવશ્યકતાઓનું મૂલ્યાંકન કરવું જાેઈએ. લોકો ઘણી વખત ભૂલી જવાના કારણે અથવા સુસ્તીને લીધે પોલિસીમાં નવા સભ્યોને તેમાં ઉમેરતા નથી. માટે રિન્યૂ કરતી વખતે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. રિન્યૂ સમયે તમારા આરોગ્ય વીમામાં નવા આશ્રિતોને ઉમેરી દો. પોલિસીનું મૂલ્યાંકન કર્યા વિના રિન્યૂ કરશો નહીં. પોલિસીનું મૂલ્યાંકન કરતી વખતે તમે તમારી જાતને આ બે સવાલો પૂછો. શું અત્યારે પરિવારના જેટલા સભ્યો છે તેમના માટે આ રકમ પૂરતી છે? પરિવારના સભ્યોને પોલિસીમાં ઉમેરી રકમ વધારવાનું પસંદ કરશો?

એકવાર તમારી આરોગ્ય વીમા કવરેજ આવશ્યકતાનું આકારણી થઈ ગયા પછી તમારે કેટલાક અન્ય પરિબળો ધ્યાનમાં રાખવાની જરૂર છે. પોલીસની ટર્મ એન્ડ કંડીશન સમયાંતરે બદલાતી હોય છે. ઇન્સ્યોરન્સ કંપની ક્લેમના આધારે કવર અથવા પ્રીમિયમ એમાઉન્ટ વધારી શકે છે. નોન ક્લેમ બોનસમાં પણ બદલાવ થઈ શકે છે. કેટલીક વખત હોસ્પિટલ નેટવર્ક પણ બદલાઈ જાય છે.

જેની અસર તમને થઈ શકે. આવી સ્થિતિમાં જાે નવી યાદીમાં તમારા માટે અનુકૂળ હોસ્પિટલનું નામ ના હોય તો પોલીસી બદલવી જાેઈએ. પોલીસી રિન્યૂ કરતી વખતે તાજેતરમાં જે બીમારીથી તમે અથવા તમારા પરિવારના સભ્યો પીડાતા હોય તેની ચોખવટ કરવી જાેઈએ. ઘણી વખત લોકો આવી વિગતો છુપાવી રાખે છે. જાેકે, ઇન્સ્યોરન્સ કંપનીઓ સમક્ષ પ્રમાણિકતા રાખી વિગતો આપવી જાેઈએ જેથી ભવિષ્યમાં ક્લેમ સમયે બીમારીઓના કારણે રિજેક્ટ થવાથી બચાવી શકાય.

આ ઉપરાંત નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ નજર દોડાવી જાેઈએ. સમયાંતરે નવા નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ થતાં રહે છે. જેમાં ઘણી વખત સારા ફાયદા અને ફીચર મળી જાય છે. અત્યારની પોલિસીમાં જે ફીચર ન હોય તે નવી પોલિસીમાં મળી શકે છે. આવી સ્થિતિમાં તમે પોલિસીને પોર્ટ પણ કરાવી શકો. એક ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બીજી ઇન્શ્યોરન્સ કંપનીમાં જઈ શકાય છે.

ઈન્સ્યોરન્સ કંપનીને પોર્ટ કરવાથી તમને ઓછા પ્રિમિયમમાં મોટું કવર પણ મળી શકે. આ ઉપરાંત પોર્ટેબિલિટી સમયે પોલીસી ધારક પોતાના વાઇટિંગ પીરીયડ અને નો ક્લેમ બોનસ જેવા ચાલુ લાભ પણ લઈ શકે છે. ઉપરાંત તમારી આવશ્યકતાઓ અને અન્ય નવા વિકલ્પોનું મૂલ્યાંકન કર્યા વિના તમારા કવરને રિન્યૂ કરશો નહીં. જ્યારે તમે ભવિષ્યમાં કોઈ દાવો કરો ત્યારે મુશ્કેલી પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.