થાણેમાં ઇંસાનિયત શર્મસાર ,કુતરાને જીવતો સળગાવાયો
થાણે: મહારાષ્ટ્રના થાણે શહેરમાં ઇસાનિયત ફરી શર્મસાર થઇ છે લાવારિસ કુતરાને જીવતો સળગાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે અજાણ્યા લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે.એક અધિકારીએ આ માહિતી આપી છે.
તેમણે કહ્યું કે આ સંબંધમાં સિટિજંસ ફોર એનિમલ પ્રોટેકશન ફાઉડેશનના ૨૦ વર્ષીય સભ્ય રાબોડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. અધિકારીએ કહ્યું કે ફરિયાદકર્તાએ કહ્યું છે કે તેને મસાનવાડામાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા એક લાવારિસ કુતરાને સળગાવવાની માહિતી મળી હતી ત્યારબાદ તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં કુતરાને અડધો સળગેલો જાેયો આથી તેને તે પશુઓની હોસ્પિટલ લઇ ગયો પરંતુ ત્યાં તેનું મોત થયું
તેણ કહ્યું કે અજાણ્યા આરોપીઓની વિરૂધ્ધ આઇપીસીની કલમ પશુઓને મારવા કે અપંગ બનાવવા જેવા કૃત્ય વગેરે કરવા અને પશુઓ પર ક્રુરતા રોકથામ કાનુન હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.