Western Times News

Gujarati News

પાવાગઢ-ચાંપાનેર ખાતે આવેલ મોન્યુમેટ પ્રવાસી માટે બંધ

Files Photo

બનાસકાંઠા: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવી રહ્યા છે. જે સંલગ્ન હવે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્‌ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે.

ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને લઈને મહત્વનો ર્નિણય લેવાયો છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરી દેવાયો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી ૧૫મી મે એટલે કે ૩૦ દિવસ સુધી પ્રવેશ હાલ બંધ કરાયો છે. વર્લ્‌ડ હેરીટેઝમાં સ્થાન ધરાવતાં પાવાગઢ ચાંપાનેર ખાતે આવેલા ૧૧૪ મોન્યુમેન્ટ પૈકી ૩૯ મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા છે. દેશભરમાંથી સ્મારકો નિહાળવા મુલાકાતીઓ આવતાં હોય છે.

કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે પાટણમાં આવેલ ઐતિહાસિક અને વર્લ્‌ડ હેરિટેજમાં સ્થાન પામનાર રાણીનીવાવમાં આજથી પ્રવેશ બંધ કરાયો છે. કોરોના નું સંક્રમણ વધવાને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા આ મહત્વનો ર્નિણય લેવાયો. આગામી ૧૫મી મે સુધી રાણકી વાવ પ્રવાસીઓ માટે બંધ રહેશે. રાણીની વાવ નિહાળવા દેશ પરદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાને લઇ કોરોના સંક્રમણ ફેલાય નહીં તેવા હેતુ થી આ ર્નિણય લેવાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.