મહિલાએ ઓફિસમાં જ બોસને ઝાડુથી ધોઈ નાખ્યો
ચીન: ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ખુબ વખાણ કર્યા. મહિલાએ તેના બોસ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા અને બોસની પીટાઈ કરી. આ પીટાઈનો વીડિયો પણ બનાવ્યો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનની સરકારી મહિલા કર્મચારીનો આરોપ છે કે તેના બોસ તેનું ઉત્પીડન કરતા હતા અને તેને અભદ્ર મેસેજ મોકલતા હતા.
વીડિયોમાં જાેઈ શકાય છે કે જાેઉએ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબથી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી. એટલું જ નહીં બોસ વેંગની સામે રાખેલા પુસ્તકોને મહિલાએ જાેરથી તેના મોઢા પર ફેંક્યા. જેવી બોસની પીટાઈ કરવા લાગી કે મહિલા સાથે ઉભેલી બીજી યુવતીએ તેનો વીડિયો બનાવવા માંડ્યો અને તે બોસ પોતાનું મોઢું છૂપાવવા લાગ્યો. આ દરમિયાન તેણે માફી માંગતા કહ્યું કે તે જ્યારે મેસેજ મોકલતો તો ત્યારે મજાક કરી રહ્યો હતો.
બાજુમાં ઊભેલી મહિલાએ કહ્યું કે આ મજાક કેવી રીતે હોઈ શકે? આ તમારા ગંદા ચરિત્રને દેખાડે છે. શું તમે ક્યારેય તમારી ઓફિસના કર્મચારીઓ વિશે વિચાર્યું છે? બીજી મહિલા ગુસ્સામાં આવીને સામે રાખેલીા પુસ્તકો અને સામાનને ટેબલ પરથી પાડી નાખે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે મહિલા અનેક લોકોને ફોન કરીને તેની જાણકારી આપી છે અને દાવો કરી રહી છે કે આ વ્યક્તિ ઓફિસની અનેક મહિલાઓનું ઉત્પીડન કરતા મેસેજ મોકલે છે. લગભગ ૧૪ મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ લોકો મહિલાના વખાણ કરે છે કારણ કે તેણે પોતાના અને ઓફિસની અન્ય મહિલા સભ્યો માટે અવાજ ઉઠાવ્યો.