Western Times News

Gujarati News

પોલીસની સામે જાેરથી ગેસ છોડનારાને દંડ ફટકારાયો

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે તમને જાણીને નવાઈ લાગશે. અહીં એક વ્યક્તિ પર ૪૫ હજારનો દંડ લાગ્યો કારણ એ હતું કે તે વ્યક્તિએ પોલીસ સામે જાેરથી ગેસ છોડ્યો. એટલે કે પાદ્યો. કહેવાય છેકે વ્યક્તિ વિએના શહેરના એક પાર્કમાં પોતાના મિત્રો સાથે બેઠો હતો. આ દરમિાયન ત્યાં પોલીસ અધિકારી રૂટિન ચેકિંગ માટે પહોંચ્યા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા.

આ દરમિયાન વ્યક્તિએ ગેસ છોડ્યો. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ પોલીસને જાેઈને વ્યક્તિ પાર્કમાં રાખેલી બેન્ચ પર ઊભો થઈ ગયો અને પછી જાણી જાેઈને અધિકારીઓ સામે જ તેમની તરફ જાેરથી ફાર્ટ કર્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેના પર જાહેરમાં અભદ્રતાનો ગુનો નોંધી દંડ ફટકાર્યો. ત્યારબાદ વ્યક્તિએ દંડને ખોટો ઠેરવતા ઓસ્ટ્રિયાની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. તેમાં તર્ક અપાયો કે પેટ ફૂલવું અને ગેસ નીકળવો એક જૈવિક પ્રક્રિયા હતી. પછી ભલે તે એક જાણી જાેઈને કરાયેલું કાર્ય હોય.

પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેને મૌલિક અધિકાર તરીકે સ્વીકારવામાં આવવું જાેઈએ. જૂન ૨૦૨૦ની આ ઘટનાની સુનાવણી અનેક મહિના સુધી ચાલી અને આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. પોતાના ચુકાદામાં વ્યક્તિને થોડી રાહત આપતા દંડની રકમ ૫૦૦ યુરો (લગભગ ૪૫ હજાર રૂપિયા)થી ઘટાડીને ૧૦૦ યુરો (લગભગ ૯૦૦૦ રૂપિયા) કરવામાં આવી. આ ચુકાદો કોર્ટે વ્યક્તિની નાણાકીય હાલત અને ગત અપરાધિક રેકોર્ડ પર વિચાર કરીને આપ્યો છે. પોતાના ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું કે ગેસ છોડવો સમાજમાં સ્વીકાર્ય છે પરંતુ આમ છતાં અભિવ્યક્તિ તરીકે શાલીનતાની સરહદોને પાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.