Western Times News

Gujarati News

રિલાયન્સ રાજ્યોને દરરોજ ૭૦૦ ટન ઓક્સિજન આપે છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી: દેશમાં કોવિડ સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની જામનગર રિફાઇનરીમાં પ્રતિ દિવસે ૭૦૦ ટનથી વધારે ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. આ ઓક્સિજન કોવિડ-૧૯થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોમાં મફત આપવામાં આવી રહ્યો છે. કંપનીના જામનગર રિફાઇનરીએ શરૂઆતમાં ૧૦૦ ટનનો ચિકિત્સા સ્તરનો ઓક્સિજન ઉત્પાદન કર્યો હતો. જેને પછી વધારીને ૭૦૦ ટન કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને કરવામાં આવી રહેલી ઓક્સિજનની આપૂર્તિથી પ્રતિ દિવસે ગંભીર રુપથી બીમાર ૭૦,૦૦૦થી વધારે દર્દીઓને રાહત મળશે. દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ જાેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચિકિત્સા ગ્રેડની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધારીને ૧૦૦૦ ટન કરવાની યોજના બનાવી રહી છે. જામનગર રિફાઇનરીમાં ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન થયું નથી.

આ રિફાઇનરીમાં કાચા તેલને ડીઝલ, પેટ્રોલ અને વિમાન ઇંધણમાં બદલવામાં આવે છે. જાેકે કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે ઓક્સિજનની માંગ વધી છે. તેને જાેતા રિલાયન્સે એવી મશીનરી લગાવી છે જેનાથી ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન સંભવ થઇ શક્યું છે. ચિકિત્સા માટે ઉપયોગ થનાર ઓક્સિજન બનાવવા માટે ઓદ્યોગિક ઓક્સિજનના નિર્માણની સુવિધા ઉપયોગ કરવામાં આવી રહી છે.

રિલાયન્સ દરરોજ લગભગ ૭૦૦૦ ટન ઓક્સિજનની આપૂર્તિ દેશના વિભિન્ન રાજ્યોને કરી રહ્યું છે. તેનાથી દરરોજ ૭૦,૦૦૦થી વધારે ગંભીર રૂપથી બીમાર દર્દીઓને રાહત મળશે. ઓક્સિજનની સપ્લાય વિશેષ ટેન્કરોમાં શૂન્યથી નીચે (-) ૧૮૩ ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવી રહી છે. પરિવહન ખર્ચ સહિત રાજ્ય સરકારોને કોઇપણ ખર્ચ વગર આપવામાં આવી રહ્યો છે. આ કંપનીની સીએસઆર (કંપની સામાજિક જવાબદારી) પહેલનો ભાગ છે.

સાર્વજનિક ક્ષેત્રની આઈઓસી અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પણ પોતાની રિફાઇનરીઓમાં ચિકિત્સામાં ઉપયોગ થનાર ઓક્સિજનનું ઉત્પાદન કરીને પ્રભાવિત રાજ્યોને મોકલી રહી છે. આ સિવાય સેલ, ટાટા સ્ટિલ જેવી કંપનીઓએ પણ ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરીને આપૂર્તિ રાજ્યોને શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.