અંતિમવિધિમાં આગળ નંબર લાવવા માટે ૧૫૦૦ માગ્યા
આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, મૃતકનાં સંબંધીઓ સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યાં છે
અમદાવાદ, અમદાવાદમાં કોરોનાકાળમાં સ્મશાનમાં પણ લાઇનો લાગી હોય તેવા અનેક વાયરલ વીડિયો આપણે જાેય છે. ત્યારે અમદાવાદના સ્મશાનમાં હવે મોતનો મલાજાે પણ ન જળવાતો હોય તેવો પણ વીડિયો સામે આવ્યો છે. ચર્ચા એવી છે કે, વાયરલ વીડિયો બાપુનગરનાં ચામુડાં સ્મશાનગૃહનો છે.
જેમાં અંતિમવિધિની લાઇનમાંથી આગળ આવવા માટે ૧૫૦૦ રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મૃતકનાં સંબંધીઓએ જણાવે છે કે, સ્માશાનમાં કોઇ મૃતદેહ નથી ત્યારે મહિલાઓએ વેઈંટિંગમાં આગળ જવા માટે પણ રૂપિયાની માંગનો વીડિયો વાયરલ થતાની સાથે ચકચાર મચી ગઇ છે.
આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, મૃતકનાં સંબંધીઓ સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યાં છે. જેમાં તેઓ બોલતા જણાય છે કે, તમે કહ્યું કે, બોડી લાઇનમાંથી બહાર લાવવાના ૧૫૦૦ રૂપિયા પણ અહીં ક્યાં કોઇ વેઇટિંગ છે. સ્મશાનના નિયમ પ્રમાણે અમે આપી દીધા, ૨૦૦ રૂપિયા પેલા ભાઇને આપી દીધા.
તો સામેથી બેઠેલી મહિલાઓએ કહ્યું કે, તો અમે શું કરીશું, અમારી મહેનતનું નઇ લેવાનું. તો સંબંધીઓએ જણાવ્યું કે, તમે નોકરીએ છો, તમને પગાર આપે છે. તો અમારી પાસે કેમ માંગો છે. તેના જવાબમાં મહિલાઓએ કહ્યું કે, કોણ પગાર આપે છે ભાઇ, કોઇ કોર્પોરેશન નહીં, અહીં તો કોન્ટ્રાક્ટ ચાલે છે.
તો કોન્ટ્રાક્ટવાળા કેટલા રૂપિયા આપીને ઊંધા વળે છે. નોંધનીય છે કે, રાજ્યભરની હૉસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં મંગળવારે જ ૧૨૨૦૬ કેસ અને ૧૨૧નાં મોત નોંધાયાં હતાં, જેની ગંભીરતા જાેવામાં આવે તો ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિનાં મોત કોરોનાને કારણે થઈ રહ્યાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મંગળવારનાં આંકડા મુજબ, ૧૨૨૦૬ નવા કેસ નોંધાયા છે અને ૧૨૧ માનવમૃત્યુ થયાં છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકથી ૩૫૩ દર્દી વેન્ટિલેટર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં ૭૬,૫૦૦ એક્ટિવ કેસ છે.