અભિષેક ૧૪મી એનિવર્સરી ઉપર ઐશ્વર્યાથી દૂર હતો
મુંબઈ: બોલિવુડ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નને ૨૦મી એપ્રિલે ૧૪ વર્ષ થયા છે. જાે કે, લગ્નની ૧૪મી વર્ષગાંઠની ઉજવણી કપલ સાથે ના કરી શક્યું. અભિષેક અને ઐશ્વર્યાએ વર્ચ્યુઅલી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને વર્ચ્યુઅલ એનિવર્સરી સેલિબ્રેશનની ઝલક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી છે. ઐશ્વર્યા અને અભિષેકે વિડીયો કૉલ દ્વારા એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેમના આ સેલિબ્રેશનનો ભાગ નાનકડી દીકરી આરાધ્યા પણ બની હતી.
ઐશ્વર્યાએ વિવિધ ઈમોજી સાથે આ તસવીર શેર કરી છે. ઐશ્વર્યાએ શેર કરેલી આ તસવીરમાં બચ્ચન પરિવાર કલર કો-ઓર્ડિનેટેડ કપડામાં જાેવા મળે છે. ભલે તેઓ દૂર હોય પરંતુ તેઓ ત્રણેય પિંક રંગના અલગ અલગ શેડના કપડામાં જાેવા મળ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યાએ લાઈટ પિંક રંગના કપડા પહેર્યા છે જ્યારે વિડીયો કૉલથી વાત કરી રહેલો અભિષેક પિંક સ્વેટશર્ટમાં હેન્ડસમ લાગે છે. ઘણાં ફેન્સે ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાની આ તસવીર પર હાર્ટ અને ફાયરના ઈમોજીથી કોમેન્ટ કરી છે.
અભિષેક બચ્ચને એનિવર્સરી પર શુભકામના આપનારા સૌનો આભાર ટિ્વટરના માધ્યમથી માન્યો છે. જૂનિયર બચ્ચને લખ્યું, ગઈકાલે મારી અને ઐશ્વર્યાની વેડિંગ એનિવર્સરી પર શુભેચ્છા આપવા માટે તમારા સૌનો આભાર. સુરક્ષિત રહેવાનું, માસ્ક પહેરવાનું ચાલુ રાખજાે અને શક્ય હોય તો ઘરની બહાર જવાનું ટાળજાે. ફરી એકવાર ધન્યવાદ. અંબાણી પરિવારના પુત્રવધૂ અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણીએ પણ ઐશ્વર્યા અને અભિષેકને એનિવર્સરી પર શુભકામના પાઠવી હતી. ટીના અંબાણીએ કપલની સુંદર તસવીર શેર કરતાં લખ્યું,
“તમારા ખૂબસૂરત લગ્નના ૧૪ વર્ષ થઈ ગયા છે, વિશ્વાસ નથી થતો! હજી પણ તમે પાગલની જેમ એકમેકને પ્રેમ કરો છો, આરાધ્યાના અત્યંત સુંદર અને શ્રેષ્ઠ પેરેન્ટ્સ છો. આશીર્વાદ અને અઢળક આલિંગન તમને બંનેને. હેપી એનિવર્સરી ઐશ્વર્યા અને અભિષેક. દરમિયાન, અભિષેક બચ્ચન આગામી ફિલ્મ ‘દસવી’ના શૂટિંગ માટે લખનૌમાં છે. થોડા દિવસ પહેલા જ તેણે ફિલ્મના સેટ પરથી માસ્ક પહેરેલી સેલ્ફી શેર કરી હતી. સાથે જ લખ્યું હતું,
“મહેરબાની કરીને માસ્ક પહેરો. પોતાના માટે નહીં તો પરિવાર, વડીલો, મિત્રો અને સ્નેહીજનો વિશે વિચારો.” જણાવી દઈએ કે, ‘દસવી’માં અભિષેક ઉપરાંત યામી ગૌતમ અને નિમ્રત કૌર મહત્વના રોલમાં છે. ફિલ્મમાં અભિષેક ગંગારામ ચૌધરીના રોલમાં જ્યારે યામી પોલીસકર્મી જ્યોતિ દેસવાલના રોલમાં છે.