વી બિઝનેસ પ્લસે ઉદ્યોગસાહસો માટે ઉદ્યોગમાં અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સ ઓફર કર્યા
- હાઇબ્રિડ કામના યુગમાં મોબાઇલ વર્કફોર્સની જરૂરિયાતો પૂર્ણ કરવા ફ્લેક્સિબલ પોસ્ટપેઇડ પ્લાન્સ
- મોબાઇલ સીક્યોરિટી, લોકેશન ટ્રેકિંગ, ડેટા પૂલિંગ સર્વિસીસ જેવા આધુનિક સોલ્યુશન્સ પ્રદાન કરશે
મુંબઈ; વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)ની એન્ટરપ્રાઇઝ કંપની વી બિઝનેસએ બિઝનેસ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ડિઝાઇન કરેલા પોસ્ટ-પેઇડ પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રસ્તુત કરી છે. ઉદ્યોગમાં અગ્રણી મોબિલિટી સોલ્યુશન વી બિઝનેસ પ્લસ એના પોસ્ટ-પેઇડ પ્લાન્સ સાથે આજની મોબાઇલ વર્કફોર્સને એના પોસ્ટએકબીજા સાથે જોડાવા, સંચાર કરવા, જોડાણ કરવા અને ઘણી કામગીરી કરવા સક્ષમ બનાવશે.
રૂ. 299થી શરૂ થતા વી બિઝનેસ પ્લસ ઉદ્યોગસાહસો, નાના વ્યવસાયો અને તેમની વર્કફોર્સને અસરકારક અને સુરક્ષિત રીતે જોડાવાની વધારે સુવિધા મેળવવા સક્ષમ બનાવશે, પછી ભલે તેઓ ગમે ત્યાંથી કામ કરતા હોય. વોઇસ અને ડેટા ઉપરાંત વી બિઝનેસ પ્લાન્સ મોબાઇલ સીક્યોરિટી, લોકેશન ટ્રેકિંગ, ડેટા પૂલિંગ અને મનોરંજન જેવા વિવિધ મૂલ્ય સંવર્ધિત ફાયદા ઓફર કરશે.
જ્યારે વ્યવસાયો – ખાસ કરીને એસએમઈ અને સ્ટાર્ટ-અપ્સે કામ કરવા માટે હાઇબ્રિડ રીતો અપનાવી છે અને તેઓ વાજબી, સુવિધાજનક અને સુરક્ષિત કનેક્ટિવિટી સોલ્યુશન મેળવવા આતુર છે, ત્યારે વી બિઝનેસની લેટેસ્ટ પોસ્ટ-પેઇડ ઓફર રજૂ થઈ છે.
વી બિઝનેસ પ્લસના લોંચ પર વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ઓફિસર અભિજીત કિશોરે કહ્યું હતું કે, “વી બિઝનેસ ઉદ્યોગસાહસો, એસએમઈ અને સ્ટાર્ટ-અપ્સને ડિજિટલ પરિવર્તન કરવા સક્ષમ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યારે કંપનીઓ અને ઉદ્યોગસાહસોને એકસમાન રીતે ફ્લેક્સિબલ, સુરક્ષિત અને સુવિધાજનક મોબિલિટી સોલ્યુશનોની જરૂર છે. અમારું ઉદ્યોગમાં અગ્રણી મોબિલિટી સોલ્યુશન વી બિઝનેસ પ્લસ આજના હાઇબ્રિડ કાર્યસ્થળો માટે એકબીજાની સાથે જોડાવા, સંચાર કરવા અને જોડાણ કરવા માટે શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન કરશે.”
• ગતિશીલ મજબૂત નેટવર્ક અને એન્ટરપ્રાઇઝ-ગ્રેડ પ્લાન્સ • ડેટાનો વેસ્ટેજ ટાળવા માટે ડેટા પૂલિંગ સોલ્યુશન્સ • કર્મચારીના હેન્ડસેટ પર ડેટાની સલામતી જાળવવા મોબાઇલ સીક્યોરિટી • ફિલ્ડ સ્ટાફ પર રિયલ ટાઇમ અપડેટ મેળવવા લોકેશન ટ્રેકિંગ જે કર્મચારીની સલામતી સુનિશ્ચિત કરશે • ડિઝની + હોટસ્ટાર VIP પર પ્રીમિયમ કન્ટેન્ટ માટે એક વર્ષનું સબસ્ક્રિપ્શન |
વી બિઝનેસ પ્લસ | ખાસિયતો – મુખ્ય
વી બિઝનેસ પ્લસ કનેક્ટિવિટી ઉપરાંત વ્યવસાયો અને વ્યવસાયિકો માટે મૂલ્ય સંવર્ધિત બન્ડલ ફાયદા ઓફર કરશે. ઉદાહરણ તરીકે, મોબાઇલ સીક્યોરિટી ડિવાઇઝ ગુમ થવા, વાયરસ, સ્પાયવેર, જોખમકારક વેબસાઇટો, બદઇરાદો ધરાવતી એપ્સ અને બનાવટી વેબસાઇટ વગેરે સામે રક્ષણ સુનિશ્ચિત કરશે. લોકેશન ટ્રેકિંગ અસરકારક રિસોર્સ-ટ્રેકિંગ સિસ્ટમ છે, જે ઉદ્યોગસાહસોને આજના વધારે જોખમ ધરાવતા વાતાવરણમાં સલામતી અને સુરક્ષા માટે તેમના ફિલ્ડ સંસાધનો પર નજર રાખવા સક્ષમ બનાવશે. વિશિષ્ટ ડેટા પૂલિંગ ખાસિયત કોર્પોરેટ એકાઉન્ટ માટે ડેટા પૂલ પ્રદાન કરીને ડેટા ઓવરએજીસનું નિયંત્રણ કરવામાં મદદ કરશે.
ઉદ્યોગસાહસો અને વર્કિંગ પ્રોફેશનલ્સ એવોર્ડવિજેતા વી બિઝનેસ મોબિલિટી પ્લેટફોર્મ અને વી એપ પર શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ મેળવવા વી બિઝનેસ પ્લસનો લાભ લઈ શકે છે.