Western Times News

Gujarati News

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકને ISO સર્ટિફિકેશન મળ્યું –

 ડિજિટલ બેંકિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના શ્રેષ્ઠ ધારાધોરણો અપનાવવાનો ઉદ્દેશ!

મુંબઈ, ડિજિટલ-ફર્સ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકને એની ઇન્ફોર્મેશન સીક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સની મજબૂતી માટે ISO:27001:2013 સર્ટિફિકેશન મળ્યું છે. ISO:27001:2013 સર્ટિફિકેશન 14 ક્ષેત્રો, 35 નિયંત્રણ ઉદ્દેશો અને 114 નિયંત્રણો અંતર્ગત પ્રદાન કરવામાં આવે છે, જે બેંકને સતત એના ડેટા એસેટની ઇન્ટેગ્રિટી અને ઉપલબ્ધતા જાળવવામાં મદદરૂપ થાય છે.

ISO:27001:2013માં નિર્ધારિત જરૂરિયાતો જેનેરિક છે તથા પ્રકાર, સાઇઝ કે પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના તમામ કંપનીઓને લાગુ કરવાનો ઇરાદો છે. એમાં કંપનીની જરૂરિયાત મુજબ બનાવવામાં આવેલા ઇન્ફોર્મેશન સીક્યોરિટી જોખમોનું મૂલ્યાંકન અને સમાધાન માટેની જરૂરિયાતો સામેલ છે.

સર્ટિફિકેશન ફિનકેર એસએફબીના ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સિસ્ટમ્સની ગુણવત્તા અને સલામતી માટે ઉદ્યોગમાં શ્રેષ્ઠ ધારાધોરણોનું પાલન કરવાના પ્રયાસોને માન્યતા આપે છે. આ સૂચવે છે કે, બેંક સાયબર ફ્રોડ અને ક્રાઇમથી ઉપભોક્તાના ડેટાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સુરક્ષિત ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે.

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ શ્રી રાજીવ યાદવે સર્ટિફિકેશન પર કહ્યું હતું કે, “ફિનકેરમાં અમે સાતત્યપૂર્ણ અને એકસમાન રીતે અમારી પ્રક્રિયાઓ હાથ ધરવા આવશ્યક ટૂલ તરીકે ટેકનોલોજી અપનાવી છે. અમારો ઉદ્દેશ બેંકિંગનો સલામત, સુરક્ષિત અને સાતત્યપૂર્ણ અનુભવ પ્રદાન કરવાનો છે.

મજબૂત અને વિશ્વસનિય બ્રાન્ડ ઊભી કરવા અમે મજબૂત અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરતા ટેકનોલોજી માળખાનું નિર્માણ કરવા કટિબદ્ધ છીએ. આઇસીઓ સર્ટિફિકેશન એ દિશામાં એક પગલું છે. આ આધુનિક બેંકિંગના તમામ પાસાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સામેલ કરવા અમારી આકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

બેંકે પોતાની ડિજિટલ બેંકિંગ પહેલ અંતર્ગત તાજેતરમાં એની વ્હોટ્સએપ બેંકિંગ એપ્લિકેશન પર એકથી વધારે ભાષામાં કન્વર્સેશનલ BOT પ્રસ્તુત કર્યું હતું, જે ઉદ્યોગમાં સૌપ્રથમ છે. એનો ઉદ્દેશ શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાનો છે. ઓક્ટોબર, 2019થી સપ્ટેમ્બર, 2020 વચ્ચે પ્લેટફોર્મ પર યુનિક યુઝર્સની સંખ્યા 1,500થી વધીને 40,000 થઈ છે.

ફિનકેર એસએફબી 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 27 લાખથી વધારે ગ્રાહકોને સેવા આપે છે તથા એનો ઉદ્દેશ એના ગ્રાહકોને ‘સ્માર્ટ’ બેંકિંગ અનુભવ પ્રદાન કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.