Western Times News

Gujarati News

કારચાલકે રસ્તા પર જતી યુવતી સાથે છેડતી કરી

Files Photo

અમદાવાદ: શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી તે ગુનાની શાહી સુકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં ૧૨ વર્ષની સગીરા પાડોશી યુવકના હવસ નો ભોગ બની હતી. ત્યારે હવે સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર આ યુવતીને હોટ લાગે છે,

બહુ મસ્ત લાગો છો કહીને છેડતી કરી હતી. જાેકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો પીછો કરી તેને પકડી પોલીસ હવાલે કર્યો હતો. શહેરના ગોતા માં રહેતી ૨૨ વર્ષીય યુવતી થલતેજ ખાતે એક કંપનીમાં કસ્ટમર સર્વિસ તરીકે નોકરી કરે છે. પરંતુ હાલમાં કોરોના કાળના કારણે વર્ક ફ્રોમ હોમ હોવાથી આ યુવતી ઘરેથી કામ કરે છે. રવિવારે આ યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. તે દરમિયાન રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો છોકરો આવ્યો હતો

ગાડી નો કાચ ઉતારી આ યુવતી ને ઈશારો કર્યો હતો. જેથી આ યુવતીને કોઈ ઓળખીતું હશે તેવું લાગ્યું હતું અને જ્યારે ગાડી સામે જાેયું ત્યારે ગાડીમાં બેઠેલો છોકરો તેનો કોઈ ઓળખીતો ન હતો. આ કારમાં સવાર શખશે ગાડીનો કાચ ઉતારી આ યુવતીને તું બહુ હોટ લાગે છે” તેમ કહી હાથથી ઈશારો કર્યો હતો. ત્યાર બાદ તેણે “બહુ મસ્ત લાગો છો” તેમ કહ્યું હતું.

જેથી આ યુવતીએ તેના ફોનમાં ગાડીની નંબર પ્લેટ નો ફોટો પાડી લીધો હતો અને બાદમાં ગાડીની પાછળ પાછળ આ યુવતી તેની બહેન સાથે ગઈ હતી અને તે દરમિયાન તેણે તેના ભાઈને પણ ફોન કરીને બોલાવી લીધો હતો. બાદમાં ગોતા તરફ પહોંચતા છેડતી કરનાર ના શખસ ની ગાડી પડી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. જેથી થોડી વાત આ યુવતી તેના ભાઈ બહેન સાથે ત્યાં રાહ જાેઈ રહી હતી અને બાદમાં યુવતીની છેડતી કરી ઇશારા કરનાર છોકરો તે ગાડી પાસે આવતાં જ તેને પકડી લીધો હતો. બાદમાં પોલીસને જાણ કરાઇ હતી. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી હિરેન પટેલ ની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.