Western Times News

Gujarati News

નોઇડાથી ૫૦૦ વેંટિલેટર ગુજરાત આવી પહોંચ્યા

પ્રતિકાત્મક

વડોદરા: ગુજરાતમાં સતત વધી કોવિડ ૧૯ના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સતત નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અન્ય દેશોમાંથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગંભીર દર્દીઓની સંખ્યા વધતાં ગુજરાતમાં નોઇડાથી ૫૦૦ નવા વેંટિલેટર પહોંચી ગયા છે.

તેમાંથી ૧૦૦ વેંટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતાર્યા છે. જ્યારે ૧૦૦ વેંટિલેટર ભાવનગર મોકલવામાં આવશે અને ૩૦૦ નવા વેંટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં મોકલવામાં આવશે. અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા ને નવા વેંટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૨૯૬ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૧૫૭ લોકોના મોત થયા છે.

તો બીજી તરફ માત્ર ૬,૭૨૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૪,૬૯૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૫.૫૪ ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૧૫,૦૦૬ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૦૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૧૪,૬૦૦ લોકો સ્ટેબલ છે.

૩,૭૪,૬૯૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૩૨૮ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૭, સુરત કોર્પોરેશનમાં ૨૬, રાજકોટ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૧, જામનગર કોર્પોરેશનમાં ૮, ભાવનગર કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર કોર્પોરેશન ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.