અમદાવાદમાં હવે હેર સલૂનની દુકાનો પણ અનિશ્ચિત દિવસો માટે બંધ
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધતા કેસનાં કારણે કથળતી સ્થિતિને સંભાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલે વધુ એક આંકરો ર્નિણય લીધો છે. થોડા દિવસ પહેલા પાનના ગલ્લાઓ અને ચાની લારીઓ બંધ કરાવી દેવાનો આદેશ આવ્યો હતો. જે બાદ એએમસી દ્વારા હવે શહેરમાં હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી શહેરમાં હેર કટિંગ સલૂન બંધ રહેશે. મહત્તવનું છે કે, શહેરમાં સતત ચોથા દિવસે કોરોનાના પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે એએમસી દ્વારા શહેરમાં હેર સલૂન બંધ કરવામાં આવ્યા છે.
જે આદેશ બાદ આજ સવારથી જ શહેરાં તમામ ઝોનમાં આવેલા હેર સલૂન બંધ કરાવવામાં આવી રહ્યા હતાં. એએમસીનું માનવું છે કે, હેર સલૂનમાં લોકો ભીડ કરી રહ્યા છે. લોકો અહીં કામ વગર બેસી રહે છે.એએમસી દ્વારા શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી છે. મ્યુનિ.એ ૨ હજાર જેટલા પાનના ગલ્લા અને ૧૫૦૦ જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી હતી. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ રાખવાનો રાખવાનો આદેશ અપાયો છે.
એએમસી દ્વારા શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી છે. મ્યુનિ.એ ૨ હજાર જેટલા પાનના ગલ્લા અને ૧૫૦૦ જેટલી ચાની કીટલીઓ બંધ કરાવી હતી. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ બંધ રાખવાનો રાખવાનો આદેશ અપાયો છે.અમદાવાદમાં બેકાબુ બની ગયેલા કોરોના વાયરસને ડામવા માટે પ્રસાશન દ્વારા મસમોટો ર્નિણય લેવામાં આવતા શહેરના દરેક વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હેર કટિંગની દુકાનોને તાત્કાલિક ધોરણએ બંધ કરાવામાં આવતા હેર કટિંગના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી.શહેરના અનેક વિસ્તારોમાં સલૂન બંધ કરાતા લોકોએ પોતાના ઘરમાં દાઢી બનાવવા માટે હેર કટિંગ મશીનની ખરીધી કરી રહ્યા છે. જેથી થોડાક દિવસો સુધી તેઓ પોતાના ઘરમાં જ પોતાના હાથથી દાઢી બનાવી શકે અને કોરોનાના ચેપથી બચી શકે.