Western Times News

Gujarati News

કેસો વધતા ખેડા જિલ્લામાં ફરી એક વાર લોકડાઉન લંબાવાયું

Files Photo

નડીયાદ: ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતના આંકમાં પણ જિલ્લામાં દિવસેને દિવસે વધારો થઈ રહયો છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા ચિંતા કરતા ખેડા શહેરને પણ સ્વૈચ્છિક લોકડાઉનના અમલમાં લેવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી ઉમંગ પટેલ દ્વારા ખેડા શહેરના વહેપારીઓ અને પાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો સાથે ખેડા નગર સેવા સદન ખાતે બેઠક બોલવામાં આવી હતી અને જેમાં વહીવટી તંત્ર દ્વારા ખેડા નાગરિકો અને વહેપારીઓને સ્વૈચ્છિક ખેડા શહેરને લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી

બેઠક માં વહેપારી એસોસિએશનના પ્રમુખ અને પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આગામી ૭ દિવસ માટે બપોર ના ૩ વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ પાડવા માટે નો ર્નિણય લેવામાં આવ્યો હતો ૧૭ થી ૨૫ સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો

જે પછી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સમય વધારવા માટે ૨૫મીએ નગર સેવા સદન ખાતે ફરીવાર વહીવટી તંત્ર અને વહેપારી ઓ વચ્ચે એક બેઠક યોજાયી હતી. વહીવટી તંત્ર અને વહેપારી ઓ દ્વારા ૧૦ દિવસ માટે નું સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું હતું.

એક કલાકનો સમય વધારવામાં આવ્યો હતો એટલે હવે ૪ વાગ્યા પછી ખેડામાં હવે સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે જે તારીખ ૫મી સુધીનો આ ર્નિણય લેવામાં આવ્યો છે બેઠકમાં પ્રાંત અધિકારી ઉમંગ પટેલ મામલતદાર પાલિકા પ્રમુખ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એમ. માલી તાલુકા હેલ્થ ઓફીસર તેમજ ખેડા વહેપારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.