અભિનેત્રી હિના ખાન કોરોના પોઝિટિવ આવી
મુંબઈ: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન માટે હાલમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. છ દિવસ પહેલા હિના ખાને તેના પિતાને ગુમાવ્યા બાદ આજે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. પોસ્ટ શેર કરીને હિનાએ જાણ કરી છે કે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે, તેમ જ તેના સંપર્કમાં રહેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. હિનાએ લખ્યું- ‘આ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક સમયમાં હું કોવિડ -૧૯ પોઝિટિવ બની છું.
ડોકટરોના માર્ગદર્શન હેઠળ મેં મારી જાતને ઘરે અલગ રાખી છે અને બધી જરૂરી સાવચેતીઓ રાખી રહી છું. મારા સંપર્કમાં આવેલા લોકોને કોરોના પરીક્ષણ કરાવવા વિનંતી કરું છું. મને ફક્ત તમારી પ્રાર્થનાની જરૂર છે, સલામત રહો અને કાળજી રાખો. હિનાની આ પોસ્ટ પછી વિકાસ કાલાંતરી, અમૃતા ખાનવિલકર, પૂજા બેનર્જી, આમિર અલી, ટીના દત્તા, સુરભી ચંદના, મોનાલિસા, રોહન મેહરા સહિત ઘણા સેલેબ્સે તેના જલદી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને સાથે હિમ્મત પણ આપી.
હિનાએ થોડા દિવસો પહેલા જ તેના પિતાને ગુમાવ્યા હતા. અહેવાલો અનુસાર હિનાના પિતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. તે સમયે હિના શહેરની બહાર હતી. પિતાના અવસાનના સમાચાર મળતાની સાથે જ તે ઝડપથી મુંબઈ આવી ગઈ. હિનાનું તેના પિતા સાથેનું બંધન કોઈથી છુપાયેલું નહોતું.
તે હંમેશાં તેના વીડિયોમાં તેના પિતાનો ઉલ્લેખ કરતી અને તેની સાથે વીડિયો પણ બનાવતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા હિના ખાને લખ્યું કે, ‘મારા પિતા ૨૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ અમને છોડીને જન્ન્ત ગયા. હું તમારા બધા લોકોની આભારી છું,
જેમણે મને ફોન કર્યો અને મારા પરિવાર વિશે પૂછ્યું, મારા પિતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. મારી ટીમ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન કરશે, ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશે પણ તેઓ માહિતી આપશે. મને ટેકો આપવા અને પ્રેમ કરવા બદલ તમારો આભાર. હિના ખાન.’