Western Times News

Gujarati News

પંજાબના સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય

અમદાવાદ: બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ રાહુલ ત્રિપાઠી અને સુકાની ઈયોન મોર્ગને રમેલી મહત્વની ઈનિંગ્સની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે ૫ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, કોલકાતાના બોલર્સની અદ્દભુત બોલિંગ સામે પંજાબના બેટ્‌સમેનો લાચાર જાેવા મળ્યા હતા અને ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૩ રન જ નોંધાવી શકી હતી.

જેના જવાબમાં કોલકાતાએ ૧૬.૪ ઓવરમાં ૫ વિકેટે ૧૨૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. મોર્ગને અણનમ ૪૭ રન ફટકાર્યા હતા. કોલકાતા સામે ૧૨૪ રનનો આસાન લક્ષ્યાંક આવ્યો હતો. સુકાની ઈયોન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીએ આ લક્ષ્યાંકને વધારે આસાન બનાવી દીધો હતો. જાેકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ નવ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે તેનો સાથી ઓપનર નિતીશ રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

૯ રનના સ્કોરે ટીમે બંને ઓપનર ગુમાવી દીધા હતા જ્યારે ૧૭ રનના સ્કોર ટીમે ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્રિપાઠી અને મોર્ગનની જાેડીએ મહત્વની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પણ ત્રિપાઠીની બેટિંગ આક્રમક રહી હતી. તેણે ૩૨ બોલમાં સાત ચોગ્ગા સાથે ૪૧ રન ફટકાર્યા હતા. તેણે મોર્ગન સાથે ૬૬ રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે મોર્ગન ૪૦ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે ૪૭ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. જ્યારે આન્દ્રે રસેલે ૧૦ તથા દિનેશ કાર્દિકે અણનમ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

જાેકે, ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. સુકાની લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જાેડીએ સારી શરૂઆત કરી હતી અને ૫.૪ ઓવરમાં ૩૬ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, આ જાેડી તૂટ્યા બાદ પંજાબે એક-પછી એક વિકેટો ગુમાવી દીધી હતી. રાહુલ ૨૦ બોલમાં ૧૯ રન નોંધાવીને આઉટ થયો હતો.

જ્યારે મયંક અગ્રવાલે ૩૧ રન નોંધાવ્યા હતા જે ટીમ માટે સર્વોચ્ચ સ્કોર હતો. ક્રિસ ગેઈલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે દીપક હૂડા એક અને નિકોલસ પૂરન ૧૯ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ૭૫ રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.