Western Times News

Gujarati News

૧૮ વર્ષથી વધુની વયના માટે રસીકરણનો ૪ રાજ્યનો ઇન્કાર

Files Photo

રાજસ્થાન, પંજાબ, છત્તિસગઢ, ઝારખંડે વેક્સિનનો જથ્થો ઓછો હોવાનું કારણ હાથ ધરી વેક્સિનેશનનો ઈન્કાર કર્યો

નવી દિલ્હી,  અઢાર વર્ષથી વધારે વયના લોકોના રસીકરણ અભિયાનનો એક મેથી પ્રારંભ થવાનો છે પણ દેશના ચાર રાજ્યોએ અત્યારથી જ આ અભિયાન શરુ થઈ શકે તેમ નહીં હોવાનુ જણાવી દીધુ છે.

આ ચારે રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો છે.રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડનુ કહેવુ છે કે, અમારી પાસે વેક્સીનનો જથ્થો પહેલેથી જ ઓછો છે ત્યારે ૧૮ વર્ષથી વધારે વયના લોકોને વેક્સીન આપવાનુ અમારા માટે શક્ય નથી.

રાજસ્થાને તો ત્યાં સુધી કહ્યુ છે કે, કેન્દ્રના કહેવા પર અમે પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યુટનો સંપર્ક કર્યો હતો.ઈન્સ્ટિટ્યુટે અમને ૧૫ મે પહેલા વેક્સીન સપ્લાય કરી શકાય તેમ નથી તેવુ કહ્યુ છે.કારણકે કેન્દ્ર સરકાર તરફથી જે ઓર્ડર મળ્યો છે તેનો સપ્લાય કરવામાં જ ૧૫ મે જેટલો સમય જાય તેમ છે.

રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યુ હતુ કે, જાે કંપનીઓ પહેલા કેન્દ્ર સરકારના ઓર્ડર પૂરા કરવાની હોય તો રાજ્ય સરકારે વેક્સીનિ કેવી રીતે ખરીદવાની તેની સ્પષ્ટતા સરકાર કરે.રાજસ્થાનમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ૩.૧૩ કરોડ લોકો છે તો તેમનુ રસીકરણ વેક્સીનની અછત વચ્ચે કેવી રીતે કરવુ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.