દિલ્હીમાં એક મહીનાની અંદર ૪૪ ઓકસીજન પ્લાન્ટ લાગશે : કેજરીવાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Arvind-Kejriwal-2-1024x682.jpg)
નવીદિલ્હી: રાજયમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓકસીજન ટેંકર ખરીદી રહ્યાં છીએ દિલ્હી સરકારે બેંગકોંગથી ૧૮ ટેન્કર આયાત કરવાનો નિર્ણય કર્યો છે આ ટેન્કર આવતીકાલથી આવવાનું પણ શરૂ થઇ જશે
કેજરીવાલે આજે અહીં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતં કે અમે કેન્દ્ર સરકારથી તેના માટે વાયુસેનાના વિમાન આપવાની વિનંતી કરી છે અને તેનું ખુબ સકારાત્મક વલણ રહ્યું છે. વાતચીત ચાલી રહી છે.જયારે ફ્રાંસથી અમે ઓકસીજનના ૨૧ પ્લાન્ટ આયાત કરી રહ્યાં છે આ રેડી ટૂ યુઝ પ્લાન્ટ છે.તેને અલગ અલગ હોસ્પિટલોમાં લગાવી દઇશું તેનાથી અમે તે હોસ્પિટલોમાં ઓકસીજનની કી દુર કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં એક મહીનાની અંદર ૪૪ ઓકસીજન પ્લાંટ લગાવવામાં આવશે આગામી એક મહીનામાં અમે ઓકસીજનના ૪૪ પ્લાંટ લગાવવા જઇ રહ્યાં છે
તેમાંથી આઠ પ્લાંટ કેનદ્ર સરકાર લગાવી રહી છે આશા છે કે આ આઠ પ્લાંટ ૩૦ એપ્રિલ સુધી તૈયાર થઇ જશે ૩૬ પ્લાંટ દિલ્હી સરકાર લગાવી રહી છે તેમાંથી ૨૧ પ્લાંટ ફ્રાંસથી આવી રહ્યાં છે બાકીના ૧૫ પ્લાંટ આપણા દેશના છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે કહ્યું કે મેં ગત ૪-૫ દિવસોમાં દેશના અનેક ઉદ્યોગપતિઓને લખ્યું હતું મેં અનેક રાજયોના મુખ્યમંત્રીઓને પણ લખ્યું અને મદદ માંગી અમને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે અમને અનેક લોકો પાસેથી પ્રસ્તાવ મળ્યા છે.તેમાંથી અનેક મદદ કરી રહ્યાં છે હું તમામનો આભારી છું જે દિલ્હી સરકારની મદદ કરી રહ્યાં છે.
આ પહેલા આજે સવારે મુખ્યમંત્ર અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સ્પેશલ કોવિડ કેયર સેંટરનો પ્રવાસ કર્યો હતો
આ કોવિડ કેયર સેંટર ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલની પાસે બની રહી છે.અહીં તેમણે કામોની સમીક્ષા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ એલએનજેપી હોસ્પિટલનો પણ પ્રવાસ કર્યો હતો. તેમણે કહ્યું કે એલએનજેપીની સામે રામલીલા મેદાનમાં ૫૦૦ આઇસીયુ બેડ બનાવાઇ રહ્યાં છે આ સાથે જ તેમણે કહ્યું કે લગભગ તમામ આઇસીયુ બેડ ભરાઇ ગયા છે. એક પણ બેડ હાલ ખાલી નથી