Western Times News

Gujarati News

કોરોનાના રાષ્ટ્રીય સંકટના સમયે અદાલત મુકદર્શક બની રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

Files Photo

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોરોના મહામારીના પ્રબંધનથી સંબંધિ ઓકસીજનની કમી અને અન્ય મુદ્દના મામલામાં સુનાવણી કરી આ દરમિયાન કોર્ટે વેકસીનના ભાવ,રસીની ઉપલબ્ધતા ઓકસીજન સહિત કેટલાક મુદ્દા પર કેન્દ્ર સરકારથી જવાબ માંગ્યો છે.ત્રણ જજાેની બેંચે કહ્યું કે તે શુક્રવાર એટલે કે ૩૦ એપ્રિલે બપોરે ૧૨ વાગે મામલાની સુનાવણી કરશે કેન્દ્ર સરકારે કહ્યું કે તે શુક્રવાર સુધી તમામ મુદ્દા પર જવાબ આપી શકે છે.

કોરોના સંકટનો સામનો કરવા માટે રાષ્ટ્રીય યોજનાને લઇ સુનાવણી કરતા ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચુડે કહ્યું કે જયારે અમને લાગશે કે લોકોની જીંદગી બચાવવા માટે અમારે હસ્તક્ષેપ કરવો જાેઇએ ત્યારે અમે આમ કરીશું. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તુ એસ રવીન્દ્ર ચંદે કેન્દ્રને પુછયુ કે સંકટનો સામનો કરવા માટે તમારી રાષ્ટ્રીય યોજના શું છે શું તેનો સામનો કરવા માટે રસીકરણ મુખ્ય વિકલ્પ છે. સુપ્રીમ કોરટે કહ્યું કે રાષ્ટ્રીય સંકટના સમયે આ અદાલત મુકદર્શક બની રહી શક નહીં અમારો હેતુ છે કે એ હાઇકોર્ટની મદદની સાથે અમારી ભૂમિકા ભજવીએ.હાઇકોર્ટેની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે આ સુનાવણીઓનો હેતુ હાઇકોર્ટનું દમન કરવાનો કે તેના કામમાં હસ્તક્ષેપ કરવાનો નથી તેમી ક્ષેત્રીય સીમાઓની અંદર શું થઇ રહ્યું છે તે બાબતમાં સારૂ સમજીએ છીએ

ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે કેટલાક રાષ્ટ્રીય મુદ્દા પર સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા છે આ ઉપરાંત રાષ્ટ્રીય સંકટના સમયે સુપ્રીમ મુકદર્શક બની શકે નહીં. જાે ક્ષેત્રીય સીમાઓના કારણે કોઇ મુદ્દાના ઉકેલમાં હાઇકોર્ટને કોઇ મુશ્કેલી થાય તો અમે મદદ કરીશું.

બીજી તરફ ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટ્ટે વેકસીનની કીમતનો મુદ્દો ઉઠાવ્યો ભટ્ટે પુછયુ કે વિવિધ નિર્માતા અલગ અલગ કીમતોની સાથે આવી રહ્યાં છે.કેન્દ્ર સરકાર આ બાબતમાં શું કરી રહી છે ન્યાયમૂર્તિએ કહ્યું કે પેટેટ અધિનિયમની કલમ ૬ હેઠળ ડ્રગ્સ કંટ્રોલર એકટની પાસે શક્તિઓ છે આ મહામારી અને રાષ્ટ્રીય સંકટ છે શું આવી શક્તિઓને ઉપયોગમાં લાવવાનો સમય નથી આ સમય કયારે આવશે

સપ્રીમ કોર્ટે ઓકસીજનના પુરવઠાના મુદ્દા પર કહ્યંુ કે કેન્દ્રને ઓકસીજનની વર્તમાન કુલ ઉપલબ્ધતાથી માહિતગાર કરાવે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે ઓકસીજનનો પુરવઠો રાજયોની અનુમાનિત જરૂરત કેન્દ્રીય પુલથી ઓકસીજનની ફાળવણીનો આધાર એક ગતિશીલ આધાર પર રાજયોની જરૂરતને પુરી કરવા માટે અપનાવવામાં આવેલ કાર્યપ્રણાલીની બાબતમાં માહિતી આપે

કોર્ટે કહ્યું કે જરૂરી ચિકિત્સા ઉપકરણો કોવિડ બેડ્‌સ રેમેડીસવિર ફેવિવિવિર સહિત આવશ્યક દવાઓની યોગ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની બાબતમાં માહિતી આપવામાં આવે રસીકરણ પર કોર્ટે કહ્યું કે વર્તમાનમાં બે રસી ઉપલબ્ઘ છે કેન્દ્ર સરકાર વેકસીનની અનુમાનિત જરૂરતની બાબતે પણ માહિતી આપે કોર્ટે કહ્યું કે એક સોગંદનામા દ્વારા કેન્દ્ર સરકાર વેકસીન્સની કીમત નક્કી કરવાના આધારની બાબતમાં પણ સ્પષ્ટીકરણ આપે તેની સાથે સુપ્રીમ કોર્ટે અદાલતની સહાયતા માટે જયદીપ ગુપ્તાઅને મીનાક્ષી અરોડાને એમિકસ કયુરી નિયુકત કર્યા છે.

કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓકસીજનની કમી અને કોવિડ મહામારીના પ્રબંધન પર કહ્યું કે અમે સ્થિતિને ખુબ સારી રીતે સંભાળી રહ્યાં છીએ તેમણે કહ્યું કે હાઇલેવલ કમિટિ તેના પર કામ કરી રહી છે અને ખુદ વડાપ્રધાન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે સોલિસિટર જનરલે કહ્યું કે સામાન્ય રીતે એક રાજયથી બીજા રાજયના કોઇ પરસ્પર મુદ્દા નથી જાે આવા મુદ્દા છે તો અમે તેને દુર કરી રહ્યાં છીએ કેન્દ્ર હાઇલેવલ કમિટીની સાથે મુદ્દાનું સમન્વય કરી રહ્યું છે

દરેક કંલાકની સ્થિતિના આધાર પર વર્તમાન સ્થિતિથી યુધ્ધ સ્તર પર સામનો કરવામાં આવી રહ્યો છે. સોલિસીટર જનરલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય માંગ્યો તેમણે કહ્યું કે તેમની મદદ કરનારા અનેક લોકો કોવિડ પ્રભાવિત છે સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે અમે સહયોગની ભાવનાથી મામલાનો ઉકેલ લાવીશું મહેરબાની કરી કોઇ ભેદભાવન ન કરો આરોપ પ્રત્યારોપથી લોકોની જીંદગી બચશે નહીં અમે અહીં સમાધાન શોધવા માટે છીએ

ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે અદાલત રસી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પગવા પર સ્પષ્ટતા ઇચ્છે છે. ન્યાયમૂર્ત ભટ્ટે કહ્યું કે સેના રેલવેના ડોકટર્સ કેન્દ્રની હેઠળ આવે છે આવામાં શું તેમને કવારનટીન વેકસીનેશન અને અન્ય ઉપયોગમાં લાવી શકાય છે તેમણે વેકસીનના અલગ અલગ ભાવ પર પણ વાંધો ઉઠાવ્યો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.