Western Times News

Gujarati News

આમોદ તાલુકા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ આમોદ ગુરુકુલ ખાતે યોજાયો

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)

આમંત્રિત મહેમાનોનું તુલસીના છોડ આપી સ્વાગત કરાયું
(પ્રતિનિધી) ભરૂચ, ગુજરાત સરકારના વાવે ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતની ધરતીને લીલીછમ હરિયાળી બનાવવામાં આશયથી આમોદ તાલુકાનો ૭૦મો વન મહોત્સવ આમોદ ગુરુકુળ ખાતે ધારાસભ્ય સંજયસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં કોંગ્રેસના આગેવાન પ્રભુદાસ મકવાણા,માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા,આમોદ વન વિભાગના અધિકારી કે.એસ.ગોહિલ,આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિલાશબેન રાજ,ઉપપ્રમુખ દિપક ચૌહાણ, આમોદ નગર પાલિકા પ્રમુખ સુશીલાબેન પટેલ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તેમજ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિલાશબેન રાજ,માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા વગેરે મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધન જીવનમા વૃક્ષોનું મહત્વ લોકોને સમજાવ્યું હતું.વન મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળના વિધાર્થીઓએ આમંત્રિત મહેમાનો સમક્ષ વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ને લગતી સુંદર કૃતિ રજૂ કરી હતી.

આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના વિશાળ પટાંગણમાં ડી કે સ્વામી તથા આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં આમોદ નગરજનો તથા નગર પાલિકાના સદસ્યો,તાલુકા ભાજપના હોદેદારો,કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આમોદ તાલુકા કક્ષાના ૭૦માં વન મહોત્સવનું સુંદર સંચાલન વન વિભાગના હિતેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.