Western Times News

Gujarati News

સુનીલ શેટ્ટીએ શરુ કર્યું ફ્રી ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ મિશન

ટિં્‌વકલ-અક્ષય કુમારે હાલમાં ૧૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ દાન કર્યા છે, સલમાને ૫૦૦૦ ફૂડ પેકેટ્‌સ મોકલ્યા હતા

મુંબઈ, ભારતની કોરોના વાયરસની જંગમાં અનેક હસ્તીઓ સામેલ થઇ મદદે આવી છે. એમાં બોલીવૂડની અન્ય એક હસ્તી સુનીલ શેટ્ટીનું નામ પણ જાેડાયું છે. એક્ટરે કોરોના કાળમાં લોકોની મદદ માટે આગળ આવતાં ફ્રી ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ઉપલબ્ધ કરાવવા અભિયાન શરુ કર્યું છે.

સુનીલ શેટ્ટીએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. સુનીલ શેટ્ટીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે, આપણે કઠિન સંકટમાંથી પસાર થઇ રહ્યા છીએ, પરંતુ આપણા લોકોએ એકબીજાને મદદ માટે હાથ લંબાવ્યો એ આશાનું કિરણ છે. તેમણે પોસ્ટમાં તમામ મિત્રો અને ફેન્સને અપીલ કરી હતી કે જાે મદદની જરુર છે,

જાે તમે જાણો છો કે કોઇને મદદની જરુર છે તો અને જાે તમે મિશનમાં જાેડાવા ઇચ્છો છો તો ડાયરેક્ટ મેસેજ કરો. પ્લીઝ આ મેસેજને વધુને વધુ લોકો સુધી પહોંચાડો અને લોકોની મદદ કરવામાં અમારી મદદ કરો. ઉલ્લેખનીય છે કે, હાલમાં ટિ્‌વન્કલ ખન્ના અને અક્ષય કુમારે ૧૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ દાન પેટે આપ્યા છે.

તો બીજી તરફ સલમાન ખાને કોવિડ ડ્યૂટીમાં લાગેલા હજારો ફ્રન્ટ લાઇન વર્કર્સ જેવા કે પોલીસ અધિકારીઓ, બીએમસી સ્ટાફ અને હેલ્થ વર્કર્સ માટે ૫૦૦૦ ફૂડ પેકેટ મોકલ્યા હતા. આ સિવાય બોલીવૂડની અનેક હસ્તીઓ કોરોના વિરુદ્ધ જંગમાં રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ રસી લગાવી ચૂક્યા છે અને તેમના ફોલોઅર્સ તથા ફેન્સને રસી લગાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.