Western Times News

Gujarati News

પ્રથમ ડોઝ પછી કોરોના થાય તો પણ બીજાે ડોઝ લેવો જરૂરી

Files Photo

નવી દિલ્હી, કોરોનાને કારણે દેશ અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા આ કોહરામને અટકાવે તેવી એક આશા છે. ઘણાં લોકો એવા છે જે અત્યાર સુધી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થયા છે.

આ પરિસ્થિતિમાં ઘણાં લોકોમાં એવી ગેરસમજ ઉભી થાય છે કે, રસી લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો બીજાે ડોઝ છોડી દેવો જાેઈએ. આ બાબતે નિષ્ણાતોના અભિપ્રાય જાણવા જેવા છે.

એસજીપીજીઆઈના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલનું કહેવું છે કે જાે તમે અથવા તમારા સ્વજનોમાંથી કોઈ એવી વ્યક્તિ છે જેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય અને પછી તરત તે કોરોનાથી સંક્રમિત થયું હોય તો પણ જેણે બીજાે ડોઝ ચોક્કસપણે લેવો જાેઈએ.

જાે કે કોરોના સંક્રમિત વ્યક્તિને બીજાે ડોઝ ત્યાં સુધી આપવામાં નથી આવતો જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થઈ જાય.
આ પરિસ્થિતિમાં દર્દીએ પહેલા સંપૂર્ણપણે સાજા થઈ જવું જાેઈએ પછી કોરોનાની રસીનો બીજાે ડોઝ લેવો જાેઈએ. નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાથી રિકવર થનાર વ્યક્તિમાં અમુક એન્ટીબૉડી બની ગઈ હોય.

પરંતુ તેણે વેક્સિનનો બીજાે ડોઝ લેવો જાેઈએ.. માત્ર રસીની મદદથી જ શરીર સંપૂર્ણપણે એન્ટીબૉડી પ્રાપ્ત કરી શકે છે. જે લાંબા સમય સુધી તમને ફરીતી વાઈરસની ચપેટમાં આવવાથી બચાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.