Western Times News

Gujarati News

‘વૈવિધ્ય સભર મારું સમૃદ્ધ ગુજરાત’ વિષય પર Online ક્વીઝ સ્પર્ધા

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું રાજ્ય એટલે ગુજરાત.

ગુજરાત રાજ્યનું નામ ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન ગુજરાત પર રાજ કરનારા ગુજ્જર લોકો પરથી ઉતરી આવેલ છે. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક રત્નો ભારતને આપ્યા છે. ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા એમ ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે.

આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી કે જેમણે ૫૫૦ કરતાં પણ વધારે રજવાડાંઓને એકઠા કરીને અખંડ ભારતની રચના કરી હતી.

વર્ષ ૧૯૬૦માં મુંબઇ રાજ્યમાંથી ભાષાના આધારે, જ્યાં ગુજરાતી બોલાતી હતી તેવા વિસ્તારો અલગ પાડીને ગુજરાત રાજ્ય તથા મરાઠી ભાષાના વિસ્તારોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યમાં વિભાજીત કરવામાં આવેલ. અંતે સ્વતંત્ર ગુજરાતી પ્રજા માટે મે ૧, ૧૯૬૦ના દિવસે ‘ગુજરાત’ રાજ્ય બન્યું.

૧ લી મે, ૨૦૨૧ નાં રોજ ‘ગુજરાત સ્થાપના દિવસ’ અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા લોકો ગુજરાતના ભૌગોલિક અને વૈજ્ઞાનિક વૈવિધ્ય સભર વારસાને જાણે, સમજે, તેની માવજત કરે તેવા હેતુ થી ‘વૈવિધ્ય સભર મારું સમૃદ્ધ ગુજરાત’ વિષય અંતર્ગત Online Quiz સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્વીઝ સ્પર્ધામાં કોઈ પણ ભાગ લઇ શકશે. ૨૪ કલાક દરમ્યાન ૧૦૦ લોકો ભાગ લઇ શકશે. અને ભાગ લેનાર તમામને ઈ-પ્રમાણપત્ર પોતાના ઇમેલ પર સોફ્ટવેર દ્વારા મોકલવામાં આવશે.

આ ‘વૈવિધ્ય સભર મારું સમૃદ્ધ ગુજરાત’ Online Quiz સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૦૧-૦૫-૨૦૨૧ થી ૨૦-૦૫-૨૦૨૧ દરમ્યાન લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org / current events  પર રમી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.